ચક્રવાત બિપરજોયને લઈને આજે બપોરે પીએમ મોદી કરશે બેઠક – પરિસ્થિતિને પહોંચીવળવાની તૈયારીઓનું નિરીક્ષણ કરશે,
- ચક્રવાત બિપરજોયને લઈને પીએમ મોદી કરશે બેઠક
- તૈયારીઓનું નિરીક્ષણ કરશે
દિલ્હીઃ- ચક્રવાત બિપરજોયને લઈને દેશના દરિયાકાઠાંઓ પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ,સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની અને લોકોને દરિયા પાસે ન જવાની સૂચના આપવામાં આવી છે ત્યારે હવે ચક્રવાત બિપરજોયને લઈને આજરોજ બપોરે 1 વાગ્યે પીએમ મોદી તૈયારીઓનું નિરિક્ષણ કરવા માટે એક ખાસ બેઠક યોજવાના છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીએ ચક્રવાતને લઈને ચિંતા કરી છે અને આજરોજ સોમવારે બપોરે 1 વાગ્યે ચક્રવાત બિપરજોય અંગે સમીક્ષા બેઠક કરવાનો નિર્ણય લીધો છે આ બેઠકમાં તેઓ સમગ્ર દરિયાકાઠાંઓ વિસ્તારમાં એનડીઆરએફની ટિન તૈનાત છે કે કેમ ,જો કઈ પરિસ્થિતિ સર્જાય તો કઈ રીતે પહોંચી વળાશે આ તમામ બાબતોની સમિક્ષા કરશે
આ બેઠકમાં ચક્રવાતને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે એનડીઆરએફ સાથે જોડાયેલ એજન્સીઓ અને અધિકારીઓ આપત્તિ અને રાહત કામગીરીની આ બેઠકમાં સામેલ કરવામાં આવશે.
જો કે હવામાન વિભાગની આગાહી થઈ છે ત્યારથી દેશના ઘણા રાજ્યોને એલર્ટ અપાઈ ચૂક્યું છે જેથી કરીને કોઈ ઘટનાનો શિકાર ન બને આજે મુંબઈમાં ચક્રવાત બિપરજોયે કહેર ફેલાવ્યો છે.ત્યારે ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે.
ઉલ્લેખનીય છે ક ેદેશમાં જ્યારે પણ કોઈ પણ આપત્તિ કે આપદા આવી પડે થે તે પહેલા પીએમ મોદી બેઠક યોજીને તૈયારીઓનું નિરિક્ષણ કરે છએ અને બનતા તમામ પ્રયોસે કરે છે કે આ આપત્તિમાં કોઈ ભોગ ન બને ત્યારે હવે પીએમ મોદી ચક્રવાત બિપરજોયને લઈને પણ તૈયારીઓનું નિરિક્ષણ કરશે.અને આપદાને પહોંચી વળવા માટેની સૂચનાઓ આદેશ જારી કરી શકે છે.