પીએમ મોદી આજે રેડીયો પર 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોઘિત કરશે – આજે 97મો એપિસોડ
- પીએમ મોદી કરશે મન કી બાત
- આજે આ કાર્યક્રમનો 97મો એપિસોડ
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 97 મો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થવા નો છે.ઉલ્લેખનીય છે કે દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદીનો આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે.આ સાથે જ વર્ષ 2023નો આ તેમનો પ્રથમ મનકી બાતનો કાર્યક્રમ હશે.
આજે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ‘નવા ભારત’ની પ્રગતિની ગાથા દેશવાસીઓ સાથે શેર કરશે આ સહીત મોદી ન્યુ ઈન્ડિયા અંતર્ગત દેશમાં થઈ રહેલા વિકાસ કાર્યો વિશે પણ વાત કરશે.PM મોદીએ ગયા વર્ષે 25 ડિસેમ્બરે મન કી બાત કાર્યક્રમની 96મી આવૃત્તિ કરી હતી.
‘મન કી બાત’ કાર્યક્રમની 96મી આવૃત્તિમાં પીએમ મોદીએ વર્ષ 2022ની ઘણી સિદ્ધિઓને યાદ કરી. પીએમ મોદીએ કહ્યું હતું કે વર્ષ 2022 પણ ખાસ હતું કારણ કે આ વર્ષે ભારતે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો હતો.
આજના કાર્યક્રમમાં પીએમ મોદી જુવાર, બાજરી, કોડોની સાથે અન્ય બાજરીની વિશેષતાઓ વિશે પણ વાત કરી શકે છે. દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશ અને દુનિયા સાથે જોડાયેલી ઘણી વાતો દેશવાસીઓ સાથે શેર કરે છે.