1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી અમેરિકાના પ્રવાસ બાદ ઈજિપ્તની મુલાકાતે જશે, પ્રવાસ શક્ય બનશે તો 14 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી આ પ્રથમ મુલાકાત હશે
પીએમ મોદી અમેરિકાના પ્રવાસ બાદ ઈજિપ્તની મુલાકાતે જશે, પ્રવાસ શક્ય બનશે તો 14 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી આ પ્રથમ મુલાકાત  હશે

પીએમ મોદી અમેરિકાના પ્રવાસ બાદ ઈજિપ્તની મુલાકાતે જશે, પ્રવાસ શક્ય બનશે તો 14 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી આ પ્રથમ મુલાકાત હશે

0
Social Share
  • પીએમ મોદી ઈજિપ્તની મુાલાકાતે જશે
  • અમેરિકાની યાત્રા બાદ ઈજિપ્ત જશે
  • 14 વર્ષ બાદ પ્રથમ ભારતીય પીએમ લેશએ આ દેશની મુલાકાત

દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે રીતે લોકપ્રિયતા વધી રહી છે તે જોતા તેમના વિદેશ પ્રવાસ પણ વધ્યા છે અનેક દેશ પીએમ મોદીને આવકારવા તત્પર છે,22 જૂનના રોજ જ્યાં પીએમ મોદી વિશ્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકાની મુલાકાતે જવા છે તો વળી ત્યાથી પરતફરીને તરત જ પીએમ મોદી ઈજિપ્તની મુલાકાત લઈ શકે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અમેરિકા પ્રવાસથી પરત ફરતી વખતે પીએમ મોદી ઈજિપ્તના પ્રવાસે જઈ શકે છે. આ પ્રવાસ માટે બંને દેશોના અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ વર્ષે ભારતના ગણતંત્ર દિવસના અવસર પર ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસી મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા.આ મુલાકાત પર રાષ્ટ્રપતિ સિસીએ પીએમ મોદીને કૈરો આવવાનું આમંત્રણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જો પીએમ મોદી ઇજિપ્તની મુલાકાતે જશે તો 14 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાનની ઇજિપ્તની આ પ્રથમ મુલાકાત હશે.પીએમ મમોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિશ્વના દેશો સાથે ભારતના સંબંધો સુઘર્યા છે અને વધુ ગાઢ સંબંધો બન્યા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બંને દેશોના અધિકારીઓ વચ્ચે આ મુલાકાતની ભૂમિકા અને ચર્ચા કરવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. ભારત અને ઈજિપ્ત વચ્ચે ગાઢ અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવાના પ્રયાસરૂપે, આ ​​બેઠક 6 મહિનામાં બીજી વખત બંને દેશોના નેતાઓ વચ્ચે યોજાવા જઈ રહી છે.

પીએમ મોદીની આ મુલાકાત જો શ્કય બને છે તો 2009 પછી આ કોઈ ભારતીય વડાપ્રધાનની ઈજિપ્તની પ્રથમ મુલાકાત હશે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની મુલાકાત પહેલા અમેરિકન અધિકારીઓ દ્વારા ભારતની પ્રશંસા કરવામાં આવી રહી છે.અમેરિકા સતત ભારતના પડખે રહ્યું છે.

જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે,વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાની સત્તાવાર મુલાકાતે જશે, જેમાં 22 જૂન, 2023ના રોજ રાજ્ય ભોજન સમારંભનો કાર્યક્રમ સામેલ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code