પીએમ મોદી આજે ઓડિશા ટ્રેન અકસ્માતના ઘટના સ્થળની મુલાકાત લેશે, ઈજાગ્રસ્તને મળવા હોસ્પિટલ પણ પહોંચશે
- ઓડિશા ટ્રેન અકસ્માતના સ્થળની પીએમ મોદી આજે લેશે મુલાકાત
- ઈજાગ્રસ્તોને મળવા કટક હોસ્પિટલ પણ જશે
બાલાસોરઃ- ઓડિશામાં વિતેલી સાંજે ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં 230થી વધુ લોકોના મોતનો એહવાલ છે તો સાથે જ 1 હજારથી પણ વધુ યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, આજરોજ સવારે રેલ્વે મંત્રી એશ્વીની વૈષ્ણવ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા અને આ અકસ્માતના પગલે તપાસના આદેશ પણ આપ્યા છે.
આ બાલાસોરમાં સર્જાયેલા અકસ્માત બાદ આજના અનેક કાર્યક્રમ પીેમ મોદીએ રદ કર્યા હતા ,આજે ગોવા મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવાનો જે કાર્યક્મ હતો તે પણ પીએમ મોદીએ રદ કર્યો છે ત્યારે આજે સાંજ સુધી પીએમ મોદી ઓડિશાના ઘટના સ્થળની મુલાકાત લેશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદી શનિવારે ઓડિશાના બાલાસોરની મુલાકાત લેશે, જ્યાં ભયાનક ટ્રેન અકસ્માતમાં 288 લોકોના મોત થયા છે.સૌ પ્રથમ પીએમ મોદીટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ કટકની હોસ્પિટલની મુલાકાત લેશે, જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે અહી તેઓ ઘાયલોને પણ મળશે.ઉલ્લેખનીય છે કે આજરોજ સવારે ઓડિશા ટ્રેન દુર્ઘટના સંદર્ભે સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચ બેઠક પણ બાલાવમાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આજે શનિવારના રોજ ઓડિશાના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ બાલાસોરની હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા તો બીજી તરફ તમિલનાડુની સરકારે પણ વળતર આપવાની જાહેરાત કરતા કહ્યું કે તમિલનાડુ સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને તમિલનાડુમાં ઘાયલોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.
ત્યારે હવે પીએમ મોદી પણ ઘટના સ્થળે પહોચશે અને ઈજાગ્રસ્તોને પણ મળશે તેઓ બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ કટકની હોસ્પિટલમાં ઘાયલોને મળવા જશે આ સાથએ જ ઘટનાને લઈને શોક વ્યક્ત કરતા મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે યોજાનાર દેશભરના તમામ કાર્યક્રમો ભાજપે રજ કર્યા છે.