
ગંગા કિનારાના સૌથી સ્વચ્છ શહેરોમાં પીએમ મોદીનું સંસદક્ષેત્ર વારાણસી પ્રથમ નંબરે
- ગંગા કિનારાનું સૌથી સવ્ચ્છ શહેર બન્યું વારાણસી
- શહેરના મેયરને રાષ્ટ્રપતિ કોવિંદ મેડલ એનાયત કરશે
લખનૌઃ- સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ 2021 હેઠળ દેશના 342 શહેરોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પુરસ્કારથી સમ્માનિચ કર્યા છે જેમાં ગંગા કિનારે વસેલા શહેરોમાં પીએમ મોદીના મત વિસ્તાર ગણાતા વારાણસી સ્વચ્છ ગંગા શહેરમાં પ્રથમ સ્થાને આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર બનારસને દેશના સૌથી સ્વચ્છ ગંગા કિનારે આવેલા શહેરનો પુરસ્કાર મળ્યો છે. તે સતત બીજી વખત સૌથી સ્વચ્છ શહેર તરીકે સાબિત થયું છે. આ પહેલા પણ કેન્દ્ર સરકારના વાર્ષિક સર્વે વર્ષ 2020 મુજબ ગંગાના કિનારે સૌથી સ્વચ્છ શહેરોમાં વારાણસી ટોચ પર રહ્યું હતું.ઉલ્લેખનીય છે કે પ્રાચીન, પવિત્ર શહેર વારાણસીને ગંગા નદીના કિનારે સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં પીએમ મોદીનું ખાસ યોગદાન રહ્યું છે.
પીએમ મોદીએ અસ્સી ઘાટથી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. ત્યાર પછીથી ગંગા ઘાટની સફાઈની ગતિ વધી છે.દિવસ રાત સફાઈનું કાર્ય હાથ ઘરવામાં આવી રહ્યું છે.જેને લઈને આજે વારાણસીએ સ્નચત્છ શહેરમાં સ્થાન મેળવ્યું છે.
વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશનને શનિવારે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે કચરા મુક્ત શહેર અને સફાઈ મિત્ર ચેલેન્જની શ્રેણીમાં તેના નોંધપાત્ર યોગદાન માટે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એવોર્ડ લેવા માટે મેયર મૃદુલા જયસ્વાલ નવી દિલ્હી પહોંચી છે.