1. Home
  2. Agency
  3. News
  4. બોક્સર નરેન્દ્રે પાકિસ્તાનનો કિસ્સો સંભળાવ્યો, પીએમ નરેન્દ્ર મોદી ખડખડાટ હસી પડ્યા, જુઓ વીડિયો
બોક્સર નરેન્દ્રે પાકિસ્તાનનો કિસ્સો સંભળાવ્યો, પીએમ નરેન્દ્ર મોદી ખડખડાટ હસી પડ્યા, જુઓ વીડિયો

બોક્સર નરેન્દ્રે પાકિસ્તાનનો કિસ્સો સંભળાવ્યો, પીએમ નરેન્દ્ર મોદી ખડખડાટ હસી પડ્યા, જુઓ વીડિયો

0
Social Share

નવી દિલ્હી, 10 ઓગસ્ટ, 2026 – “પાકિસ્તાની બોક્સરે મને કહ્યું હતું કે ‘આપકા નામ નરેન્દ્ર હૈ, આપકે કોચ કા નામ નરેન્દ્ર હૈ, આપકે પ્રધાનમંત્રી કા નામ નરેન્દ્ર હૈ. મુઝે નરેન્દ્ર નામ સે નફરત હો ગઈ હૈ’…” 2015ના વર્લ્ડ મિલિટરી ગેમ્સ દરમિયાન પાકિસ્તાની બોક્સરને હરાવ્યા પછી તેની સાથે થયેલી વાતચીતનો કિસ્સો વડાપ્રધાન મોદીને સંભળાવતા હેવીવેઇટ બોક્સર અને સિલ્વર મેડલ વિજેતા નરેન્દર બરવાલે આ મુજબ જણાવ્યું હતું.

વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રવિવારે દિલ્હીમાં તેમના નિવસ્થાને, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે, કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા ભારતીય એથ્લેટ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો.

પીએમ મોદીએ દરેક ખેલાડીના અનુભવ સાંભળ્યા હતા અને એ સંદર્ભમાં તેમની સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન, બોક્સર નરેન્દ્રએ પોતાનો એક જૂનો અનુભવ કહી સંભળાવ્યો હતો. જેમાં પાકિસ્તાનના એક બોક્સર સાથે થયેલી વાતચીતનો સંદર્ભ હતો. બોક્સરની આ વાત સાંભળીને વડાપ્રધાન મોદી સહિત ત્યાં ઉપસ્થિત તમામ ખેલાડી ખડખડાટ હસી પડ્યા હતા.

જુઓ વીડિયોઃ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code