
- પીએમ મોદી એવોર્ડ સમારોહમાં આપશે ઉપસ્થિત
- લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી કરાશે સન્માનિત
- મંગેશકર પરિવારે એવોર્ડની કરી હતી જાહેરાત
મુંબઈ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મુંબઈમાં માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહમાં હાજરી આપશે.વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ અવસર પર પીએમ મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી નવાજવામાં આવશે.અગાઉ, મંગેશકર પરિવારે 11 એપ્રિલે એવોર્ડની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
સ્વર્ગસ્થ લતા મંગેશકરના પિતાનું નામ દીનાનાથ મંગેશકર છે. 24મી એપ્રિલે દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથિ છે.આ અવસર પર લતાજીના સન્માનમાં ‘લતા દીનાનાથ મંગેશકર’ નામનો એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.પહેલો એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવશે.
લતા મંગેશકરે 6 ફેબ્રુઆરી 2022ના રોજ દુનિયાને હંમેશ માટે અલવિદા કહ્યું. લતા દીદીની યાદમાં તેમના પરિવારે દર વર્ષે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.આ પુરસ્કાર દર વર્ષે 24મી એપ્રિલે માસ્ટર દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ પર દેશ અને સમાજ માટે નિ:સ્વાર્થ ભાવે કામ કરનાર દેશની વ્યક્તિને આપવામાં આવશે.
માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડનો ઉદ્દેશ્ય સંગીત, નાટક, કલા, ચિકિત્સા અને સામાજિક કાર્યના ક્ષેત્રના દિગ્ગજ લોકોને સન્માનિત કરવાનો છે.મંગેશકર પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પીઢ અભિનેત્રી આશા પારેખ અને અભિનેતા જેકી શ્રોફને સિનેમામાં તેમના યોગદાન માટે માસ્ટર દીનાનાથ એવોર્ડ (વિશેષ સન્માન) આપવામાં આવશે.