નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ભારતના સ્વતંત્રતા સંગ્રામ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને યાદ કર્યું હતું.
X પરની એક પોસ્ટમાં નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, “દરેક દેશવાસીઓ વતી ભારત માતાના કર્મઠ સપૂત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. સ્વતંત્રતા ચળવળમાં તેમની હિંમત, સમર્પણ અને સેવાભાવને સદૈવ આદરપૂર્વક યાદ કરવામાં આવશે. તેમની બહાદુરી અને નિર્ભયતાની ગાથા પણ વિકસિત ભારતના નિર્માણ માટે એક મહાન પ્રેરણાશક્તિ છે.”

