Site icon Revoi.in

પાકિસ્તાનના સંસદમાં યહૂદી, ખિસ્તી અને હિન્દુઓ વિરુદ્ધ ઓકાયું ઝેર

Social Share

પાકિસ્તાનના રાષ્ટ્રીય સભાના સભ્ય મુજાહિદ અલીએ અજાણતામાં પાકિસ્તાની સેના અને ISIનો પર્દાફાશ કર્યો છે. પડદા પાછળ, ISI અને તેના જેહાદી માનસિકતા ધરાવતા લોકો જેહાદ અને ગઝવા-એ-હિંદને વેગ આપી રહ્યા છે. મુજાહિદ અલીએ સંસદમાં ખુલ્લેઆમ હિન્દુઓ, ખ્રિસ્તીઓ, યહૂદીઓના નરસંહારની હિમાયત કરી  હતી. આ અંગે, સમગ્ર સંસદે પણ ટેબલ પર ટકોરા મારીને સાંસદના નિવેદનને ટેકો આપ્યો હતો. ગુરુવારે (19 જૂન 2025) સાંસદ મુજાહિદ અલીએ પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે ગઝવા-એ-હિંદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ધાર્મિક ગ્રંથોનો ઉલ્લેખ કર્યો હતો અને હિન્દુઓ, યહૂદીઓ અને ખ્રિસ્તીઓને નિશાન બનાવવાની વાત કરી હતી.

મુજાહિદ અલીએ કહ્યું કે બિન-મુસ્લિમોએ મુસ્લિમોએ સામે ભાગલા પાડો અને રાજ કરો ફોર્મ્યુલા તૈયાર કરી છે. તેઓ સતત આ કાર્ય કરી રહ્યા છે. તેઓ આમાં પણ સફળ થઈ રહ્યા છે. જોકે, આપણો ધાર્મિક ગ્રંથ ઇસ્લામના રક્ષણની વાત કરે છે. આ માટે, મુસ્લિમોનો છેલ્લો મેળાવડો ખુરાસનમાં યોજાશે, જે ઈરાનના એક શહેરનું નામ અને અફઘાનિસ્તાનનું જૂનું નામ પણ છે. ત્યાંથી, કાળી પાઘડી પહેરેલા લોકો ઉભા થશે અને ધર્મનું રક્ષણ કરશે. હદીસમાં પણ આ વાતનો પુરાવો છે. તે કહે છે કે મુસ્લિમો બિન-મુસ્લિમ યહૂદીઓ અને ખ્રિસ્તીઓ પર વિજય મેળવશે.

રાષ્ટ્રીય સભાના સભ્ય મુજાહિદ અલીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન ઇસ્લામિક વિશ્વનું મુખ્ય મથક છે. તે શ્રેષ્ઠ છાવણી છે. આપણી વાયુસેનાએ જે રીતે ભારતને જવાબ આપ્યો છે, જે રીતે તેણે બદલો લીધો છે. તે મહાન છે. જોકે, હું તમને એક વાત કહી દઉં કે, તાકાતની દ્રષ્ટિએ ભારત સાથે અમારો કોઈ મુકાબલો નથી, પરંતુ કલમની શક્તિ એવી છે કે તેનું વજન અણુ બોમ્બ કરતા વધુ છે. જ્યારે આપણી સેના દુશ્મનો સામે ઉભી રહે છે, તે પણ જ્યારે વિરોધી હિન્દુ હોય છે, ત્યારે તેની ભાવના અલગ હોય છે.

Exit mobile version