
અરેરે.. પાકિસ્તાનમાં પોલીસે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા 20 લોકોને એક જ લોકોઅપમાં કર્યા બંધ
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. આ ઉપરાંત માસ્ક અને સામાજીક અંતર સહિતના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. જો કે, પાકિસ્તાનમાં એક વિચિત્ર કહી શકાય તેવી ઘટના સામે આવી છે. પોલીસે કોરોના મહામારી વચ્ચે સામાજીક અંતરનું ભંગ કરવા બદલ 20 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. એટલું જ ચોંકાવનારી બાબત એ છે કે, તમામને એક જ લોકઅપમાં પુરવામાં આવ્યાં હતા. આમ પાકિસ્તાન પોલીસ પણ કોરોના ગાઈડલાઈનથી અજાણ હોય તેમ લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ફાલિયા શહેરમાં કોરોના ગાઈડલાઈનના સામાજીક અંતરના ભંગ બદલ પોલીસે 20 વ્યક્તિઓની અટકાયત કરી હતી. એટલું જ નહીં પાકિસ્તાન પોલીસે તમામ આરોપીઓને એક જ લોકઅપમાં પુરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. તો શુ પાકિસ્તાનની લોકઅપમાં 20 લોકોને એક સાથે રાખવાથી કોરોનાનું સંક્રમણ નથી ફેલાતું તેવા સવાલો ઉભા થયાં છે. તેમજ આરોપીઓને લોકઅપમાં પુરેલો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોતજોતામાં આ ફોટો ખુબ વાયરલ થઇ ગયો છે. સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ કોમેન્ટ કરી હતી કે કોરોનાની હજી ધરપકડ કરવામાં આવી નથી, તેથી તેનો જેલ સેલમાં હોવાનો કોઈ સવાલ નથી. તે જ સમયે, અન્ય એક વ્યક્તિએ લખ્યું કે કોરોના પાકિસ્તાન પોલીસ સુરક્ષા અને જેલ રેલિંગને ક્યારેય પાર કરી શકશે નહીં.