“પીધેલા” હરણથી સાવધાન રહેવા પોલીસે વાહનચાલકોને ચેતવ્યા, જુઓ વીડિયો
રિવોઈ ન્યૂઝ, 14 મે, 2026 – પીધેલી હાલતમાં જણાતા એક હરણનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો એને એઆઈની કમાલ બતાવે છે તો કેટલાક ખરેખર આવું બનતું હોવાનું જણાવે છે.
જોકે આ વીડિયો અસલી હોવાની પૂરી શક્યતા છે કેમ કે પોલીસે પોતે આ અંગે હાઈવે પરના વાહનચાલકોને સાવધાન રહેવા જણવ્યું છે.
હકીકતે આ ઘટના ફ્રાન્સની છે. ફ્રાન્સની એબીસી ન્યૂઝ એજન્સી દ્વારા એક વીડિયો જારી કરવામાં આવ્યો છે જેમાં એક હરણ ગોળગોળ ચકરડા ફરી રહ્યું છે. તેની ચાલમાં ઠેકાણું નથી અને ગમે તેમ કૂદકા મારે છે. ક્યારેક એવું પણ લાગે કે હરણ નૃત્ય કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે સમજાયું કે આ તો ગરબડ છે, સુધારો કરવો પડશેઃ ગોપાલભાઈ ગોસ્વામી
વીડિયો વાયરલ થયા પછી ફ્રાન્સની પોલીસે ચેતવણી જારી કરી. પોલીસે ફ્રાન્સના ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે પરથી પસાર થતા ચાલકોને ચેતવણી આપતા કહ્યું છે કે, સાવધાનીથી ચલાવજો કેમ કે પીધેલી હાલતમાં જણાતા હરણ ગમે ત્યારે રસ્તા ઉપર આવી જઈ શકે છે.
આ અંગે સત્તાવાર રીતે એવું જાણવા મળે છે કે, ફ્રાન્સના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યારે શાકાહારી પશુઓ એક પ્રકારની વનસ્પતિ ભૂલથી ખાઈ લે ત્યારે તેમની હાલત નશાખોર જેવી થઈ જાય છે અને તે પશુઓ પીધેલા માણસો જેવો વિચિત્ર વ્યવહાર કરે છે. જુઓ વીડિયો…
Police in France are warning drivers in rural areas to be on the lookout for “drunk” deer exhibiting erratic behavior caused by the consumption of fermented fruits — or as police called it, a “forest aperitif.” https://t.co/uGT1Vy45cD pic.twitter.com/JVf2HS8QRR
— ABC News (@ABC) May 13, 2026


