1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આજે રાત્રે થર્ટીફસ્ટની ઊજવણી પહેલા જ પોલીસ બની એલર્ટ, દારૂડિયાઓને પકડવા ડ્રાઈવ યોજાશે
આજે રાત્રે થર્ટીફસ્ટની ઊજવણી પહેલા જ પોલીસ બની એલર્ટ, દારૂડિયાઓને પકડવા ડ્રાઈવ યોજાશે

આજે રાત્રે થર્ટીફસ્ટની ઊજવણી પહેલા જ પોલીસ બની એલર્ટ, દારૂડિયાઓને પકડવા ડ્રાઈવ યોજાશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ સહિત તમામ મહાનગરોમાં આજે થર્ટી ફ્સ્ટની ઊજવણીને લીધે કોઈ અનિચ્છનિય બનાવો ન બને તે માટે પોલીસ એલર્ટ બની છે. ખાસ કરીને જે તે વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે. તેમજ દારૂડિયાઓને પકડવા માટે પોલીસ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને પાર્ટી પ્લોટ્સ, કલબો અને ફાર્મ હાઉસ પર યોજાનારી પાર્ટીઓ પર પોલીસની ખાસ નજર રહેશે. અમદાવાદના સીજીરોડ, સિન્ધુભવન રોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા વિશેષ નજર રાખવામાં આવશે. જ્યારે સુરત વડોદરા, રાજકોટ સહિતના મહાનગરોમાં પોલીસ બંદોબસ્તનું સઘન આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરમાં આજે 31 ડિસેમ્બરની રાત્રે વિવિધ જગ્યાએ ખાનગી પ્લોટ-હોટલોમાં ધામધૂમથી ન્યુયર પાર્ટીની ઉજવણી માટે આયોજન કરાયું છે. શહેરના લગભગ અલગ અલગ 15થી વધુ જગ્યા પર ન્યુ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ યુવાધન પણ થનગની રહ્યું છે. આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ખાસ કરીને આ વર્ષે સોશિયલ મીડિયા રીલ્સમાં ધૂમ મચાવતા એનિમલ ફિલ્મના જમાલ જમાલ સોંગ પર ખાસ ડાન્સ સાથે પ્રેક્ટિસ યુવાનો દ્વારા કરી દેવામાં આવી છે. આ ન્યુ યર પાર્ટીમાં જય શ્રી રામના નારાથી મેદાનને જોરશોરથી ગુંજવવા માટે આયોજન કરાયુ છે.

વડોદરા અને સુરત શહેરમાં પણ  ન્યુયર પાર્ટીઓ માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક ફાર્મ હાઉસમાં પણ સાઉન્ડ સિસ્ટમ, ડીજે, લાઇટ અને સિક્યોરિટી સાથે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલાક સ્થળોએ  આગામી નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2024નું વેલકમ કરી સાથે સાથે અયોધ્યામાં રામ મંદિરમા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારવા આ જ દિવસ રાત્રીના ફ્લેશ લાઈટથી ભગવાન રામજીની આરતી ઉતારી જય શ્રી રામ ના નારા સાથે માહોલને રામમય બનાવી દેવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે, આ દિવસની ઉજવણી સૌ કોઈ લોકો શાંતિ પૂર્ણ રીતે કરે, કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને અંજામ ન આપે. પોલીસની અલગ અલગ ટીમો પણ ખાનગી ડ્રેસમાં આવી પાર્ટી સ્થળ પર ખાસ વોચ રાખશે. જો કોઈ નશાની હાલતમાં ઝડપાશે તો તેમને નવા વર્ષની રાત ડીજે પાર્ટીના બદલે પોલીસ સ્ટેશનના લોકઅપમાં (ડીજે લોકઅપમાં) વિતાવવી પડશે. આ સાથે સાથે તમામ મુખ્ય ચાર રસ્તાઓ ઉપર પણ પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં રાખવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code