1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં પ્રદૂષણનો કહેરઃ ગ્રેપ 3ના નિયમો લાગુ, BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનોનો પર લાગ્યો પ્રતિબંધ
દિલ્હીમાં પ્રદૂષણનો કહેરઃ ગ્રેપ 3ના નિયમો લાગુ, BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનોનો પર લાગ્યો પ્રતિબંધ

દિલ્હીમાં પ્રદૂષણનો કહેરઃ ગ્રેપ 3ના નિયમો લાગુ, BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનોનો પર લાગ્યો પ્રતિબંધ

0
Social Share
  • દિલ્હીની હવા બની પ્રદુષિત
  • પ્રદુષણને વધતા અનેક વાહનના સંચાલન પર પ્રતિબંધ રખાયો

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હી હાલ ફરી એક વખત પ્રદુષણનો સામનો કરી રહી છે, સતત વધતા પ્રદુષિણને લઈને રવિલારના રોજ અહી નિર્માણ કાર્યો અને તોડફોડ પર સખ્ત પ્રતિબંધ લાગૂ કરાયો છે ત્યારે દિલ્હીની હવામાં પ્રદુષણનું સ્તર હાલ પણ જોખમી જોવા મળી રહ્યું છા,વાતાવરણમાં ઘૂમાડાઓની ચાદપ છવાયેલી જોવા મળે છે જેને લઈને વધુ સખ્ત નિયમો લાગૂ કરાયા છે,.

પ્રાપ્ત વિગત પ્રમાણે ગ્રેપ 3 ની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારના પરિવહન વિભાગે દિલ્હીમાં BS-3 પેટ્રોલ અને ચારપહિયા LMVs BS-4 ડીઝલ વાહનોના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 9 ડિસેમ્બર સુધી લાગૂ થશે. અથવા GRAP નિયમોમાં છૂટછાટ, બેમાંથી જે પણ વહેલું હોય તે અનુસાર પ્રતિબંધનો લોકોએ અમલ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે પ્રદૂષણમાં વધારાને ધ્યાનમાં રાખીને, સીએક્યૂએમ એ આગલા દિવસે જ દિલ્હી-NCRમાં GRAP-3 લાગુ કરવાની સૂચનાઓ જારી કરી હતી.રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્રના એર ક્વોલિટી કમિશને રવિવારે દિલ્હી-એનસીઆરમાં બિન-જરૂરી બાંધકામો પર પ્રતિબંધ મૂક્યો હતો. સોમવારે દિલ્હીની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારા સાથે “ખૂબ જ નબળી” શ્રેણીમાં નોંધવામાં આવી હતી જેને લઈને આ પ્રતિબંધો અમલી બનાવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code