
શરીરની બીમારીઓમાં દાડમ ફાયદાકારક, 7 દિવસ ખાઓ અઠવાડિયામાં દેખાશે ફાયદો
દાડમમાં હાઈ કેલરી ફાઈબર, વિટામિન્સ અને આયર્નથી ભરપૂર માત્રમાં હોય છે. દાડમ એવું ફળ છે જે આખા વર્ષ ખાવા મળે છે. પણ ઘણા લોકો છે જે ખાતા નથી. દાડમ ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. દાડમમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. પેટના પાચન માટે સારું છે. તમે 7 દિવસ સુધી રોજ દાડમ ખાઓ તો શરીરને ઘણા ફાયદા થાય છે.
તમે હાઈ બ્લડ પ્રેશરના મરીજ છો તો તમારે દાડમ જરૂર ખાવું જોઈએ. દાડમમાં પ્યુનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તે ટ્રાઈગ્લિસરાઈડને પણ ઘટાડે છે. નસો સાફ કરીને હાઈ બીપીને કંટ્રોલ કરે છે
જે લોકો દાડમનો રસ પીવે છે અથવા દાડમ ખાય છે, તેમનો સ્ટ્રેસ કંટ્રોલમાં રહે છે. તે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે. માનસિક સ્ટ્રેસ પણ ઘટાડે છે. કોર્ટિસોલનું સ્તર પણ ઘટાડે છે. જેના કારણે ઊંઘ સારી આવે છે અને સ્ટ્રેસ હોર્મોન્સ ઓછા થાય છે.
દાડમ ખાવા કે તેનો રસ પીવાથી સ્ટેમિના વધે છે. તેમાં ફ્લેવોનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે જેના કારણે શરીરમાં સોજો ઓછો થાય છે. તેનાથી હાડકા સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થાય છે. તે ઓસ્ટિઓઆર્થરાઈટીસનું જોખમ પણ ઘટાડે છે. દાડમ હાડકાને લગતી અનેક બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે.
જે લોકો સતત સુસ્તી અને કમજોરી અનુભવતા હોય તેમના માટે દાડમ ખાવું ખૂબ જ ફાયદાકારક છે. દાડમમાં મળતા રેડ બ્લડ સેલ્સ વધારવાની સાથે તે શરીરમાંથી કમજોરી અને સુસ્તી પણ દૂર કરે છે.