1. Home
  2. ગુજરાતી
  3. પ્રભાસની મોસ્ટ અવોઇટેડ ફિલ્મ ‘આદીપુરૂષ’ નું  શાનદાર ટ્રેલર રિલીઝ
પ્રભાસની મોસ્ટ અવોઇટેડ ફિલ્મ ‘આદીપુરૂષ’ નું  શાનદાર ટ્રેલર રિલીઝ

પ્રભાસની મોસ્ટ અવોઇટેડ ફિલ્મ ‘આદીપુરૂષ’ નું  શાનદાર ટ્રેલર રિલીઝ

0
Social Share
  • આદિપુરુષનું ટ્રેલર રિલીઝ
  • વિતેલી રાત્રે ટ્ર્ેલર રિલીઝ કરાયું

મુંબઈઃ- પ્રભાસ , કૃતિ સનેન અને સૈફઅલી ખાનની મોસ્ટઅવોઈટેડ  આદિપુરુષનું બીજુ ટ્રેલર વિતેલી રાત્રે રિલીઝ કરવામાં આવ્યું છે,રિલીઝ થયાના થોડા જ કલાકોમાં 3 મિલિયન લોકોએ આ ટ્રેલર જોયું હોવાનો એહવાલ છે.

ઉલ્લેખનીય છે કે આદિપુરુષ’ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે.આ અગાઉ આ ફિલ્મના ટીઝરને નબળો પ્રતિસાદ મળ્યો હતો, ત્યારબાદ નિર્માતાઓએ VFX પર કામ કરવા માટે બ્રેક લીધો હતો.ત્યાર બાદ ફિલ્મના સોંગ રિલીઝ કરવામાં આવ્યું જમાં દર્શકોનો ઘણો રિસ્પોન્સ મળ્યો ત્યારે હવે ટ્રેલ જોઈની ફિલ્મ જોવાની દરશકોની ઉત્સુકતા વધી છે.

નિર્માતાઓએ તિરુપતિમાં ‘આદિપુરુષ’નું દમદાર ટ્રેલર રિલીઝ કર્યું છે, જે ભગવાન શ્રી રામની ભક્તિમાં મગ્ન છે. ટ્રેલરને ચાહકો તરફથી પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને ચાહકો તેને મોટા પડદા પર જોવા માટે રાહ જોઈ રહ્યા છે.એક એહવાલ પ્રમાણે ફિલ્મે રિલીઝ પહેલા જ 450 કરોડની કમાણી કરી લીધી છે.

આ  ટ્રેલર પ્રભાસ, કૃતિ સેનન અને ઓમ રાઉતની હાજરીમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. રામની વાર્તા કહેતી ફિલ્મનું ટ્રેલર શાનદાર અને આકર્ષક છે. રામના પાત્રમાં પ્રભાસ અદભૂત લાગી રહ્યો છે. તે જ સમયે, કૃતિ સેનન પણ માતા સીતાની વેદના વર્ણવતી વખતે અદ્ભુત દેખાઈ રહી છે.

આ ફિલ્મનું ટ્રેલર લોકોને ભાવુક બનાવે છે અને રામ ભક્તિમાં પણ લીન થઈ જાય છે. રામાયણની ગાથાને ભવ્યતા સાથે વર્ણવતી આ ફિલ્મ અનેક રીતે ભવ્ય બનવાની છે.સૌ કોઈ આ ટ્રેલર જોઈને ભાવૂક થી જાય તેવા દ્ર્શ્યો ખૂબ સરસ રીતે દલ્શાવવામાં આવ્યા છે,મ્યૂઝિક આપણા રુંવાટા ઊંભા કરી દે તેવું સાંભળવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code