નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્હાબાદ વડી અદાલતમાં 24 ન્યાયાધીશોની નિમણૂક કરી છે. જેમાં વરિષ્ઠ વકીલો વિવેક સરન, ગરિમા પ્રસાદ અને સુધાંશુ ચૌહાણનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ વડી અદાલતમાં બે ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કર્ણાટક વડી અદાલતમાં એક કાયમી ન્યાયાધીશ અને ત્રણ વધારાના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી કરવામાં આવી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટને ૨૪ નવા ન્યાયાધીશો મળ્યા છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ સ્વીકારીને અલ્હાબાદ હાઈકોર્ટમાં ૨૪ નવા ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી છે.
આ ૨૪ ન્યાયાધીશોમાંથી ૧૦ વકીલો છે અને ૧૪ ન્યાયિક અધિકારીઓ છે જેમને હાઈકોર્ટના ન્યાયાધીશના પદ પર બઢતી આપવામાં આવી છે. કોલેજિયમે કુલ ૨૬ નામોની ભલામણ કરી હોવા છતાં, કેન્દ્ર સરકારે હજુ સુધી વકીલો અદનાન અહેમદ અને જયકૃષ્ણ ઉપાધ્યાયના નામોને મંજૂરી આપી નથી.