રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતના 3 દિવસીય પ્રવાસેઃ પ્રથમ દિવસે ગાંઘીનગર રાજભવન ખાતે રોકાશે
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે
- હાઈકોર્ટની મુલાકાત પણ લેશે
- આર્થિક રીતે નબળા વર્ગના એક હજારથી વધુ પરિવારોને મકાનોનું કરશએ વિતરણ
દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવનાર છે. કોવિંદ તેમની મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં રાજભવન ખાતે રોકાશે અને આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો અને અન્ય મહાનુભાવો માટે હાઈ ટી મિટિંગનું પણ આયોજન કરશે.
રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાત અંગે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોવિંદ 29 ઓક્ટોબરે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જાણીતા રામ કથાકાર મોરારી બાપુના મૂળ ગામ તલગાજરડાની પણ મુલાકાત કરનાર છે.
આ માટે રાષ્ટ્રપતિ ભાવનગર ખાતે જશે અને ત્યાં આર્થિક રીતે નબળા વર્ગના એક હજારથી વધુ પરિવારોને મકાનોનું વિતરણ પણ કરશે. ત્યાર બાદ તેઓ 30 ઓક્ટોબરે પરત ફરશે. રાષ્ટ્રપતિ કોવિંદ 29 ઓક્ટોબરના રોજ ભાવનગર જિલ્લામાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે આવાસ યોજના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.આ પ્પસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે
આ માટે રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટથી ખાનગી હેલિકોપ્ટરમાં મહુવા જવા રવાના થશે. આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ સવારે 11:45 વાગ્યે હેલિપેડ પર રાષ્ટ્રપતિને આવકારશે. રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે મોરારી બાબુના આશ્રમ શ્રી ચિત્રકૂટધામની મુલાકાત લેશે.ત્યાર બાદ 30 કારિખના રોજ તેઓ દિલ્હી પરત જવા નિકળશે.