નવી દિલ્હીઃ ભારતમાં દિવાળીના તહેવાનો શુભારંભ થયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધનતેરસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. મોદીએ કહ્યું, “આ શુભ પ્રસંગે, હું દરેકને સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું. ભગવાન ધન્વંતરી દરેક પર પોતાના અનંત આશીર્વાદ વરસાવે.”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “દેશભરમાં મારા પરિવારના તમામ સભ્યોને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગે હું દરેકને ખુશી, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું. ભગવાન ધન્વંતરી દરેક પર પોતાના અપાર કૃપા વરસાવે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય મહાનુભાવોએ પણ દિવાળીના તહેવારો અને ધનતેરસની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.