Site icon Revoi.in

રાજકોટમાં વડાપ્રધાન મોદીનો 11મી જાન્યુઆરીએ રોડ શો યોજાશે

Social Share

 રાજકોટ,1 જાન્યુઆરી 2026: Prime Minister Modi’s roadshow to be held in Rajkot on January 11th શહેરમાં મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો શહેરના જુના એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ શરૂ કરી માધાપર ચોક સુધી યોજશે અને ત્યારબાદ બપોરના 3.30 વાગ્યે તેઓ મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરશે. જે સમિટ બે દિવસ એટલે કે તારીખ 11 અને 12 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવી છે જેમાં 50 જેટલા અલગ અલગ દેશના પ્રતિનિધિ ઉપરાંત અદાણી, અંબાણી સહિત ભારતની નામાંકિત ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે. આ વાયબ્રન્ટ સમીટથી સૌરાષ્ટ્ર કચ્છના 2 લાખથી વધુ ઉદ્યોગકારોને ફાયદો થશે.

રાજકોટ શહેરમાં મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં આગામી તા.11 અને 12 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર – કચ્છની રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાશે. સમિટના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. સમિટના ઉદઘાટન પહેલા વડાપ્રધાન મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરાયુ છે.  ત્યારે તેની સમીક્ષા માટે આજે પ્રભારી મંત્રી જીતુ વાઘાણી રાજકોટ આવી પહોંચ્યા હતા અને તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.  વાઘાણીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશે. જુના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું સ્વાગત થશે ત્યાર બાદ એક કિલોમીટર જેટલો તેમનો રોડ શો યોજાશે. ગુજરાતની પ્રથમ રિજનલ વાઇબ્રન્ટ સમિટ મહેસાણામાં યોજાયા બાદ હવે રાજકોટમાં યોજાઈ રહી છે ત્યારે તેમાં ખુદ વડાપ્રધાન આવી રહ્યા હોય તેમનું ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ સ્વાગત કરાશે. આ વાઇબ્રન્ટ સમિટમાં જાપાન અને યુક્રેન સહિત 22 દેશો જોડાવાના છે. 6,364 ઉદ્યોગકારોના રજીસ્ટ્રેશન થઇ ચૂક્યા છે. 26400 ચોરસ મીટરમાં ટ્રેડ શો થશે. જેમાં સૌરાષ્ટ્ર – કચ્છના ઓટો મોબાઇલ, સિરામિક સહિતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક મળવાનું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજી રીજનલ વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર – કચ્છ માટે રાજકોટમાં 11 અને 12 જાન્યુઆરીના યોજાઇ રહી છે. જેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. તા.11 મીએ બપોરે વડાપ્રધાન મોદી રાજકોટના જુના એરપોર્ટ ખાતે પહોંચશે જેથી તેમના રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે પીએમનું સ્વદેશી થીમ સાથે સ્વાગત કરવામાં આવશે.(File photo)

Exit mobile version