Site icon Revoi.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના લાભો આદિવાસી સમુદાયો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના તેમની સરકારના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી

Social Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમુદાયો સામેના અન્યાયનો અંત લાવવા અને વિકાસના લાભો તેમના સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના તેમની સરકારના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી અને કહ્યું કે આદિવાસી કલ્યાણ હંમેશા તેમની સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહ્યું છે. મોદીએ ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા શહેરમાં 9 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે આ મુજબ જણાવ્યુ. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર આદિવાસી જીવનના દરેક પાસાને સંબોધવા માટે વ્યાપક અભિગમ સાથે કામ કરી રહી છે.

દરમિયાન ગઈકાલે સાંજે, ગુજરાતના સુરતમાં રહેતા બિહારી સમુદાયને સંબોધતા, મોદીએ વિધાનસભા ચૂંટણીમાં NDAને ઐતિહાસિક વિજય અપાવવા બદલ બિહારના લોકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે બિહાર હવે વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટે તૈયાર દેખાય છે, જે આ ચૂંટણીમાં જોવા મળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે મણિપુરના કાંગપોકપી જિલ્લાના સોંગપેજુંગ ગામમાં એકલવ્ય મોડેલ રહેણાંક શાળાનો વર્ચ્યુઅલી શિલાન્યાસ પણ કર્યો હતો.

Exit mobile version