1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 12મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે. રેલવેનાં માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને મોટું પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી અમદાવાદમાં ડીએફસીનાં ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે અને રૂ. 85,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે અને લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રી અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, મૈસૂર-ડૉ. એમજીઆર સેન્ટ્રલ (ચેન્નાઈ), પટણા-લખનઉ, ન્યૂ જલપાઈગુડી-પટના, પુરી-વિશાખાપટ્ટનમ, લખનઉ-દહેરાદૂન, કલબુર્ગી- સર એમ વિશ્વેશ્વરૈયા ટર્મિનલ બેંગલુરુ, રાંચી-વારાણસી, ખજુરાહો-દિલ્હી (નિઝામુદ્દીન) વચ્ચે દસ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપશે.પ્રધાનમંત્રી વંદે ભારત ની ચાર ટ્રેનોના વિસ્તરણને પણ લીલી ઝંડી આપશે. અમદાવાદ-જામનગર વંદે ભારત દ્વારકા, અજમેર-દિલ્હી સુધી લંબાવવામાં આવી રહ્યું છે સરાય રોહિલ્લા વંદે ભારત ચંદીગઢ, ગોરખપુર-લખનઉ સુધી લંબાવવામાં આવી રહ્યું છે વંદે ભારત પ્રયાગરાજ સુધી લંબાવવામાં આવી રહ્યું છે અને તિરુવનંતપુરમ-કાસરગોડ વંદે ભારત મેંગલુરુ સુધી લંબાવવામાં આવી રહ્યું છે; અને આસનસોલ અને હટિયા અને તિરુપતિ અને કોલ્લમ સ્ટેશનો વચ્ચે બે નવી પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી રેલવે સ્ટેશનો પર 50 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો દેશને સમર્પિત કરશે. આ જન ઔષધિ કેન્દ્રો લોકોને વાજબી અને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પ્રદાન કરશે.પ્રધાનમંત્રી દેશને 51 ગતિમાન શક્તિ મલ્ટિ-મોડલ કાર્ગો ટર્મિનલ્સ પણ અર્પણ કરશે. આ ટર્મિનલ પરિવહનના વિવિધ માધ્યમો વચ્ચે માલની અવિરત હિલચાલને પ્રોત્સાહન આપશે.પ્રધાનમંત્રી 80 વિભાગોમાં 1045 આરકેએમ ઓટોમેટિક સિગ્નલિંગ દેશને સમર્પિત કરશે. આ અપગ્રેડથી ટ્રેન સંચાલનની સલામતી અને કાર્યક્ષમતામાં વધારો થશે. પ્રધાનમંત્રી 2646 સ્ટેશનો પર રેલવે સ્ટેશનોનું ડિજિટલ કન્ટ્રોલિંગ રાષ્ટ્રને પણ સમર્પિત કરશે. આનાથી ટ્રેનોની ઓપરેશનલ કાર્યક્ષમતા અને સલામતીમાં સુધારો થશે.

પ્રધાનમંત્રી 35 રેલ કોચ રેસ્ટોરાં દેશને અર્પણ કરશે. રેલ કોચ રેસ્ટોરન્ટનો હેતુ રેલવે માટે ભાડા વગરની આવક પેદા કરવા ઉપરાંત મુસાફરો અને લોકોની જરૂરિયાતોને પૂરી કરવાનો છે.પ્રધાનમંત્રી દેશભરમાં પથરાયેલા 1500થી વધારે એક સ્ટેશન, એક પ્રોડક્ટ સ્ટોલ દેશને અર્પણ કરશે. આ સ્ટોલ્સ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે અને સ્થાનિક કારીગરો અને વ્યવસાયો માટે આવક પેદા કરશે.પ્રધાનમંત્રી 975 સ્થળો પર સૌર ઊર્જાથી સંચાલિત સ્ટેશનો/ઇમારતો દેશને સમર્પિત કરશે. આ પહેલ ભારતના નવીનીકરણીય ઉર્જા લક્ષ્યોમાં ફાળો આપશે અને રેલ્વેના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડશે.

આ કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યુતીકૃત વિભાગોનું લોકાર્પણ, ટ્રેક્સને ડબલિંગ/મલ્ટિ-ટ્રેકિંગ, રેલવેનો વિકાસ, ગુડ્સ શેડ, વર્કશોપ, લોકો શેડ, પિટ લાઇન/કોચિંગ ડેપો જેવા અન્ય વિવિધ પ્રોજેક્ટ પણ પ્રધાનમંત્રી દ્વારા હાથ ધરવામાં આવશે. આ વિવિધ પ્રોજેક્ટ આધુનિક અને મજબૂત રેલવે નેટવર્કનું નિર્માણ કરવા માટે સરકારનાં સમર્પણનો પુરાવો છે. આ રોકાણ માત્ર કનેક્ટિવિટીમાં સુધારો કરશે નહીં, પરંતુ આર્થિક વિકાસને પણ વેગ આપશે અને રોજગારની નવી તકો ઉભી કરશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code