1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન, ઠેર-ઠેર ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન, ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન, ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

0
Social Share

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપની જીત બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેઓ સવારે હવાઈ માર્ગે એરપોર્ટ આવ્યાં હતા. જ્યાં તેમનું રાજકીય આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પ્રદેશ કાર્યલય કમલમ સુધી ભવ્ય રોડ-શો યોજાયો હતો. માર્ગમાં ઠેર-ઠેર ભાજપના નેતા-કાર્યકરો અને પ્રજા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ જોડાયાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદમાં ભવ્ય રોડ-શોને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. એરપોર્ટથી ભાજપના પ્રદેશ કાર્યલય કમલમ સુધી પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને આગતરુ આયોજન કરવામાં આવ્યું હતું અને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક પણ કરશે. રોડ-શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે ભાજપના નેતા-કાર્યકરો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમનું અભિવાદન કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code