1. Home
  2. ગુજરાતી
  3. ટેલિકોમની દુનિયામાં 6G લઈને વડપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો પ્લાન
ટેલિકોમની દુનિયામાં 6G લઈને વડપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો પ્લાન

ટેલિકોમની દુનિયામાં 6G લઈને વડપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો પ્લાન

0
Social Share
  • કેન્દ્રીય સંચાર મંત્રીએ એક કાર્યક્રમમાં કર્યો દાવો
  • 2023ના અંત સુધીમાં લોન્ચ કરાય તેવી શક્યતા
  • ટેકનોલોજી સમગ્ર દુનિયામાં વિતરણ કરાશે

દિલ્હીઃ ટેલિકોની દુનિયામાં ભારત અત્યારે ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલના સમયમાં 5જી ટેકનોલોજીને લાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ 6જીને લઈને મોદી સરકારે પણ પોતાનો પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવએ આ મુદ્દે સરકારની આગળની યોજના જણાવી છે. ટેલિકોમની દુનિયામાં ભારતની બોલવાલા રહેશે તેમ પણ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.

આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન સામાન્ય બની ગયો છે. તેમજ લોકો 4જી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે હવે ભારત દ્વારા 6જી ટેકનોલોજી વિકસાવવા તરફ આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં 2023ના અંત સુધીમાં અથવા 2024ની શરૂઆતમાં લોન્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.

એક કાર્યક્રમમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 6G ટેક્નોલોજી વિકસાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આપણે તેને ભારતમાં જ તૈયાર કરીશું. તેમણે કહ્યું કે આ ટેક્નોલોજી માટે જે પણ સાધનોની જરૂર પડશે તે ભારતમાં જ બનાવવામાં આવશે.

સંચાર મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ભારતમાં આ ટેક્નોલોજી લોન્ચ કર્યા બાદ તેને આખી દુનિયામાં વિતરણ કરવામાં આવશે. 4G, 5Gને લઈને ઈન્ટરનેટ જગતના વિકાસની ગતિ જે રીતે બદલાઈ છે, તે જોતા લાગે છે કે, 6Gના આગમન સાથે ફરી એકવાર ઈન્ટરનેટની દુનિયામાં મોટો બદલાવ આવશે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, આ ટેકનોલોજી માટે આવશ્યક પરવાનગી પહેલા જ આપવામાં આવી છે. આપણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code