Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પ્રાર્થના કરી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પ્રાર્થના કરી હતી.

એક વિડિઓ શેર કરતા પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “નવરાત્રિનો ત્રીજો દિવસ શાંતિ, હિંમત અને નિર્ભયતાના પ્રતીક દેવી ચંદ્રઘંટાની પૂજા માટે સમર્પિત છે. દેવીના આશીર્વાદ દરેકના જીવનમાં સકારાત્મકતા લાવે. હું ઈચ્છું છું કે તેમની કૃપા દેશભરના મારા પરિવારના સભ્યો માટે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે.”