1. Home
  2. Dharma-ધર્મ
  3. સંત રવિદાસ જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં નીકળી શોભાયાત્રાઃ ભાજપ, વિહિંપના અગ્રણીઓ જોડાયા
સંત રવિદાસ જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં નીકળી શોભાયાત્રાઃ ભાજપ, વિહિંપના અગ્રણીઓ જોડાયા

સંત રવિદાસ જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં નીકળી શોભાયાત્રાઃ ભાજપ, વિહિંપના અગ્રણીઓ જોડાયા

0
Social Share

અમદાવાદ, 2 ફેબ્રુઆરી, 2026 – Sant Ravidas’ birth anniversary સંત શિરોમણી ગુરુ રવિદાસજીની 649મી જન્મજયંતીની ઊજવણી માઘ પૂર્ણિમાના દિવસે, તા. 1 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ સહિત દેશભરમાં કરવામાં આવી હતી.

આ પાવન પ્રસંગે શહેરમાં મોટર બાઈક, કાર શોભાયાત્રા રેલી યોજાઈ હતી જેનું પ્રસ્થાન ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, આશ્રમ રોડથી કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા રેલીના પ્રારંભ પહેલા બે મહત્ત્વનાં પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

ભાજપ-વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ સામેલ થયા

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમાર, ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા,  પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામભાઈ પરમાર, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, ધારાસભ્ય કંચનબેન રાદડિયા, ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, ધારાસભ્ય તથા પૂર્વ શહેર અધ્યક્ષ અમિતભાઇ શાહ, પૂર્વ ધારાસભ્ય  આર.એમ.પટેલ IAS retd, પૂર્વ ધારાસભ્ય તથા ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ વાઘેલા, નિવૃત્ત એડિશનલ ડીજીપી કે. ડી પાટડિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

Sant Ravidas' birth anniversary
Sant Ravidas’ birth anniversary

અન્ય મહાનુભાવોની વિશેષ હાજરી

આ ઉપરાંત આ પાવન પ્રસંગે શ્રી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ પ્રમુખ વિક્રમભાઈ ચૌહાણ, કાર્યકારી પ્રદેશ પ્રમુખ  નારણભાઈ અદાણી, અમદાવાદ શહેર પ્રમુખ મનુભાઈ પરમાર, પ્રદેશ સંગઠન મહામંત્રી  કિશોરભાઈ પરમાર, પ્રો. ડૉ. હિતેશ આર પટેલ, કાઉન્સિલર શ્રીમતી મિત્તલબેન મકવાણા, કાઉન્સિલર ભારતીબેન વાણિયા, કાઉન્સિલર શ્રીમતી જશીબેન, કાઉન્સિલર શ્રીમતી કલ્પનાબેન ચાવડા, વી.એચ.પી.ના સમરસતા ક્ષેત્રીય પ્રમુખ રશેસભાઈ રાવલ,  પ્રમુખ હર્ષદભાઈ ગીલેટવાળા, મંત્રી વિપુલભાઈ, ભોજુભા જાડેજા, અમિતભાઈ શાહ તેમજ શહેરના દરેક વોર્ડના સામાજીક અગ્રણીઓ, બહેનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

પુસ્તકોનું વિમોચન

સંત શિરોમણી રવિદાસજીના “જીવન અને સંદેશ” લેખક પ્રો. યશવંત વાઘેલાએ લખેલી પુસ્તિકાનું મહાનુભાવોની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકો આર.એમ.પટેલ, કિશોરભાઈ પરમાર, કે. ડી. પાટડીયા, દિનેશભાઇ એલ. પરમારના સહયોગથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તદઉપરાંત, ડૉ. બલદેવ આગજા લિખિત જનનાયક બાબુ જગજીવન રામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. શહેરના 35 કિલોમિટરના રૂટ પર ફરીને એનેક્સી, શાહીબાગ ખાતે ડૉ. પ્રહલાદભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ મહાપ્રસાદ લઈને શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફ્લાવર શો બાદ હવે નર્સરીઓ પરથી વિવિધ રોપાનું વેચાણ કરાશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code