અમદાવાદ, 1 જાન્યુઆરી 2026: Gujarat Board launches question bank of 40 subjects for class 10 and 12 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેન્ક લોન્ચ કરવામાં આવી છે. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે સામગ્રી ઉપલબ્ધ છે. પ્રશ્ન બેંકમાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એમ ત્રણેય પ્રવાહના કુલ 40 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી મહિનાથી લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં ઉપયોગી બની રહે તેવી ડિજિટલ પ્રશ્ન બેન્ક લોન્ચ કરવામાં આવી છે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 40 વિષયને સમાવતા 80 પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. લિન્કમાં ક્યૂઆર કોડ સ્કેન કરીને એક ક્લિકથી પ્રશ્ન બેન્ક જોઈ શકાશે.
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી આ પહેલ હાથ ધરાઈ છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્વે પ્રશ્નબેંક લોન્ચ કરવામાં આવી છે. સતત ચોથા વર્ષે અમદાવાદ DEO દ્વારા ડિજિટલ પ્રશ્ન બેંક અને દરેક વિષયના બે મોડેલ પ્રશ્નપત્રોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે સચોટ અને ગુણવત્તાયુક્ત મટિરિયલ પૂરું પાડવાનો છે. આ સુવિધા સંપૂર્ણપણે નિ:શુલ્ક છે અને વિદ્યાર્થીઓ માત્ર એક ક્લિક દ્વારા આખા અભ્યાસક્રમની પ્રશ્ન બેંક મેળવી શકશે. પ્રશ્ન બેંકમાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એમ ત્રણેય પ્રવાહના કુલ 40 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે સામગ્રી ઉપલબ્ધ છે. ધોરણ 10ના મુખ્ય 6 વિષયો, વિજ્ઞાન પ્રવાહના 6 વિષયો અને સામાન્ય પ્રવાહના 8 મહત્ત્વના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. પ્રશ્નબેંકમાં વિષયવાર 300 પ્રશ્નો હશે. તમામ પ્રશ્નો MCQ બેઇઝડ પ્રશ્નપત્ર છે. કુલ 40 વિષયોના 80 પ્રશ્નપત્ર તૈયાર કરાયા છે.

