Site icon Revoi.in

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખૂટ્યો હોવાની અફવાને લીધે પેટ્રોલ પંપો પર લાઈનો લાગી

Social Share

અમદાવાદ, 23 માર્ચ 2026: Queues at petrol pumps due to rumours of petrol and diesel stock running out ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા ક્રુડ સપ્લાયને અસર પડી છે. દરમિયાન યુદ્ધ વધુ ચાલશે એવી અટકળો વચ્ચે પેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં 50 ટકા કાપ મુકી દેવાયાની અફવાને લીધે ગુજરાતભરના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કેટલાક પંપ બંધ પર નો સ્ટોકના પાટિયા લાગી ગયા છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનો ડીલર દ્વારા ઈન્કાર કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઇંધણના પુરવઠાને લઈને મોટી સમસ્યા સર્જાઈ છે. સતત રજાઓના દિવસોને કારણે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સમયસર ન પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે કેટલાક પંપો પર વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે. પેટ્રોલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે,એવી અફવાને કારણે  લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. પરિણામે, અમદાવાદના તમામ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જાવો મળી હતી. કેટલાર પંપ સંચાલકોના રહેવા મુજબ રજાઓના કારણે ડેપોમાંથી સપ્લાય ન આવતા આ સ્થિતિનું નિર્માણ થયુ છે.

મળતી માહિતી, અમદાવાદ શહેરની અંદર દસેક જેટલા પેટ્રોલ પંપ ઉપર ઈંધણનો જથ્થો ડિલિવર થયો નથી જેને લીધે ટેમ્પરરી ક્લોઝ રાખ્યા છે બંધ કરાયા નથી. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતને લીધે લોકો પેટ્રોલ ભરાવવા માટે અત્યારે અમુક પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા છે. વડોદરામાં પણ ખાનગી પંપો પર શોર્ટ સપ્લાય હોવાથી વાહનચાલકો સરકારી પંપો તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં ‘પેનિક બાઈંગ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. વડોદરામાં નાયરાના કેટલાક પેટ્રોલપંપ પર પેટ્રોલનો સ્ટોક ખૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મુજમહુડામાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવેલા ગ્રાહકોએ પાછા જવું પડતા રોષ ઠાલવ્યો હતો.

ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારથી પેટ્રોલના સપ્લાયમાં ઘટાડો થયો છે. કંપનીઓ તરફથી પેટ્રોલ ઓછું આપવામાં આવી રહ્યું છે કંપની તરફથી ટેકનિકલ કારણો દર્શાવી અને પેટ્રોલ ઓછું આપવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં પેટ્રોલની 30 ટકા અત્યારે અછત જોવા મળી રહી છે 30 ટકા અસર થઈ છે જેના કારણે થઈને કેટલાક પેટ્રોલ પંપ અત્યારે બંધ કરવા પડ્યા છે આગામી બે થી ત્રણ દિવસ હજી આ સ્થિતિ યથાવત રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ 30 ટકા જેટલા પેટ્રોલ પંપ બંધ હોવાનું જણાવ્યું છે

 

 

Exit mobile version