
બનાસકાઠામાં વરસાદને લઈને પૂર્વ તૈયારી – NDRF ની ટીમનું પાલનપુર ખાતે આગમન
- બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમનું આગમન
- વપસાદની સ્થિતિને પહોંચી વળવાની પૂર્વ તૈયારીઓ
પાલનપુર – રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે બનાસકાઠા જીલ્લામાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે,જેમાં ખાસ પુરની સ્થિતિ થાય તો તેને પહોંચી વળવા અને લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ બોલાવામાં આવી છે,
હાલ પાલનપુર જીલ્લા કલેક્ટર ખાતે આ ટીમનું આગમન થયું છે જેમાં કુલ 24 સભ્યો છે,જેઓને પુરતી ટ્રનિંગ આપવામાં આવી છે આ ટીમ વડોદરા ખાતેથી બોલાવવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં દર વખતે પુરની સ્થિતિ વર્તાઈ છે ત્યારે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવે છે,
હાલ આવેલી 24 સભ્યોની ટીમમાં દરેક પ્રકારના બચાવ કાર્યની ટ્રેનિંગ અપાઈ છે આ સાથે જ તેઓ બચાવકામગીરી માં જરુર પડતી તમામ સાધન સામગ્રીઓ પણ સાથે લઈને આવ્યા છે.આ અગાઉ જીલ્લા કલેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્રારા બેઝિક વસ્તુઓમાંથી પાણીમાં કઈ રીતે જીવ બચાવી શકાય તેનો વીડિયો બનાવી જનતા સુધી પહોંચાડવામાં આવ્યો હતો જેમાં જૂદા જૂદા નુસ્ખાઓ અપનાવ્યા હતા ,જેમકે પાણીના પ્લાસ્ટિકના બોટલ થકી વોટર પ્રઉફ જેકેટ, તેલના પ્લાસ્ટિકના ડબ્બાના જેકેટ વેગેરનો સમાવેશ થાય છે.