દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદે 61 વર્ષનો રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો પણ બન્યો નવો રેકોર્ડ
- દિલ્હીમાં 24 કલાકમાં વરસાદે રેકોર્ડ તોડ્યો
- 61 વર્ષ બાદ વરસ્યો આટલો વરસાદ
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કેટલાક રાજયોમાંથી ચોમાસાએ વિદાઈ લધી છે તો કેરલ તથા દિલ્હી જેવા રાજ્યોમાં વરસાદ હાલ પણ રોદ્ર સ્વરુપે વરસી રહ્યો છે,જેમાં રાજધાની દિલ્હીની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકના વરસાદે એક સાથે બે રેકોર્ડ તોડી નાખ્યા છે.જેમાં ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં વરસાદનો 61 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે, એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો 65 વર્ષનો રેકોર્ડ પણ બન્યો છે. આ વખતે ઓક્ટોબર મહિનામાં 94.6 મીમી વરસાદ થયો છે. આ પહેલા વર્ષ 1960 માં 93.4 મીમી વરસાદ નોંધાયો હતો.
એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ 1 ઓક્ટોબર, 1954 માં બન્યો હતો, જ્યારે 172.7 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે આ વખતે 87.9 મીમી વરસાદ પડ્યો છે. સોમવારે સવારે 8.30 વાગ્યા સુધી 87.9 મીમી અને સાંજે 5.30 વાગ્યા સુધી 0.4 મીમી વરસાદ નોંધાયો હતો.
જો દિલ્હીમાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો લોદીમાં 85.5 મીમી, આયાનગર 70.1 મીમી, પાલમ 56.1 મીમી, રિજ માં 54 મીમી વરસાદ નોંધાયો હતો. રવિવારે દિલ્હી-એનસીઆરમાં શરૂ થયેલી વરસાદી મોસમ સોમવારે સમાપ્ત થઈ હતી. રવિવારની રાતથી સોમવારની સવાર સુધી તૂટક તૂટક વરસાદ અને હળવો વરસાદ પડ્યો હતો. જેને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે વરસાદી મોસમનો અંત આવશે. લઘુત્તમ તાપમાન ઘટશે અને દિલ્હીમાં હળવા શિયાળાની રાત જોવા મળશે.
જાણો ઓક્ટોબર મહિનાના વરસાદનો રેકોર્ડ
વર્ષ 1954 238.2 મીમી, વર્ષ 1956 236.2 મીમી, વર્ષ 1910 185.9 મીમી
વર્ષ 2021 94.6 મીમી, વર્ષ 1960 93.4 મીમી
1 જ દિવસમાં વરસેલા વરસાદનો રેકોર્ડ-
વર્ષ 1954 172.7 મીમી, વર્ષ 1910 152.4 મીમી, વર્ષ 1956 111.0 મીમી 2021 87.9 મીમી
વરસેલા વરસાદની ગરમીમાં રાહત અનુભવાઈ છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નવ ડિગ્રી ઘટી ગયું હતું. આ સાથે ગુલાબી ઠંડીનો એહસાસ થઈ રહયો છે. શિયાળાની શરુઆતના એંધાણ મળી રહ્યા સોમવારે મહત્તમ તાપમાન 23.9 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી નીચે છે. રવિવારે મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી નોંધાયું હતું.