
રાજસ્થાનઃ રેલવે ટ્રેક ઉડાવી દેવાના કેસની તપાસમાં એનઆઈની ટીમ પણ જોડાઈ
જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુર નજીક વિસ્ફોટ કરીને રેલવે ટ્રેકને ઉડાવી દેવાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસમાં રેલવે પોલીસ, રાજસ્થાન એટીએસ અને એનઆઈએની ટીમ પણ જોડાઈ છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું, જયપુર નજીક રેલવે ટ્રેકને ઉડાવી દેવા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટક વસ્તુઓનો ઉપયોગ કરીને કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી લઈને આકરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર કેશની રેલવે પોલીસ, રાજસ્થાન એટીએસ અને એનઆઈએની ટીમ કરી રહી છે. આ ઉપરાંત બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી રેલવની ટીમે રેલવે ટ્રેક ફરીથી શરૂ કરવા માટે કવાયત શરૂ કરી હતી.
રેલવેના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે, સ્થાનિકોની સતર્કતાને કારણે મોટી દૂર્ઘટના ટળી છે. બ્લાસ્ટની જાણ થતા અહીંથી પસાર થતી તમામ ટ્રેનને ડુંગરપુર અટકાવી દેવામાં આવી હતી. તેમજ તેમાં સવાર મુસાફરોને અન્ય વાહનોની મદદથી તેમના સ્થળે પહોંચાડવામાં આવ્યાં હતા.