1. Home
  2. ગુજરાતી
  3. રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ આનંદની સિકવલ બનશે
રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ આનંદની સિકવલ બનશે

રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ આનંદની સિકવલ બનશે

0
Social Share

હિન્દી ફિલ્મ જગતના પ્રથમ સુપર સ્ટાર ગણાતા રાજેશ ખન્નાની ફિલ્મ ‘આનંદ’ની મરાઠી સિક્વલ બનાવવામાં આવશે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્નાની જન્મજયંતિ પર તેની જાહેરાત કરવામાં આવી હતી. હેમંત કુમાર મહાલે આ ફિલ્મનું નિર્દેશન કરશે જે કુસુમાગ્રજા દ્વારા લખાયેલા નાટક પર આધારિત હશે.

• મરાઠી ફિલ્મ ‘આનંદ’ની આગળની વાર્તા હશે
જ્યારે ફિલ્મના નિર્માતા હૃષિકેશ મુખર્જી તેમની ફિલ્મ આનંદની રિલીઝ માટે નાસિક ગયા ત્યારે તેમણે કુસુમાગ્રરાજને તેમની સાથે ફિલ્મ જોવા માટે વિનંતી કરી હતી. તેમણે લેખકને ફિલ્મને નાટકમાં ફેરવવાનું પણ સૂચન કર્યું હતું. કુસુમાગરાજે આ જ નામથી નાટક લખ્યું હતું. મરાઠી ફિલ્મ આ નાટક પર આધારિત હશે. હિન્દી ફિલ્મ આનંદ જ્યાં સમાપ્ત થઈ હતી ત્યાંથી તે શરૂ થશે.

• ફિલ્મના ફેમસ ગીતો
ફિલ્મ ‘આનંદ’ના ઘણા ગીતો ફેમસ થયા, જે આજે પણ લોકોના ફેવરિટ છે. આનંદની વાર્તા અને ગીતો બંને હૃદય સ્પર્શી છે. ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે’, ‘ઝિંદગી કૈસી હૈ પહેલી’, ‘ના જિયા લગે ના’, ‘મૈંને તેરે લિયે હી’ જેવા ગીતો આજે પણ લોકોને પસંદ છે.

• ફિલ્મની સ્ટાર કાસ્ટ
ફિલ્મ ‘આનંદ’માં રાજેશ ખન્ના (આનંદ), અમિતાભ બચ્ચન (ડૉ. ભાસ્કર બેનર્જી ઉર્ફે બાબુ મોશાય) અને રમેશ દેવ (ડૉ. પ્રકાશ કુલકર્ણી), સુમિતા સાન્યાલ, લલિતા પવાર, અસિત સેન, દારા સિંહ, દુર્ગા ખોટે, જોની. વોકરે મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મની સિક્વલમાં રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને રમેશ દેવની ભૂમિકા માટે કલાકારોને ફાઇનલ કરવામાં આવી રહ્યા છે. સિક્વલની સિનેમેટોગ્રાફી સુરેશ સુવર્ણા કરશે. સંગીત અવિનાશ-વિશ્વજીત આપશે. આ ફિલ્મ વિઘ્નહર્તા ફિલ્મ્સના બેનર હેઠળ બનશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code