રાજકોટ: થોડા દિવસમાં આવનારા તહેવારોનો લઈને RMC દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
રાજકોટ: થોડા દિવસોમાં દેશમાં તહેવારો આવી રહ્યા છે. ભગવાન શિવનો મહિનો એટલે કે શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને સાથે સાથે જન્માષ્ટમી પણ આવી રહી છે. લોકોમાં આ સમય દરમિયાન શ્રધ્ધા અને આસ્થા અપાર પ્રમાણમાં હશે અને લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી ” શ્રાવણ માસના સોમવાર ” નિમિતે તા .01/ 08/ 2022 , ના રોજ તથા તા .08 / 08 / 2022 , તા .15 / 08 / 2022 , તા .22 / 08/ 2022 તા .19 / 08 / 2022 જન્માષ્ટમી ” નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે .
સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ -1949 અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે . જેની તમામે સબંધકર્તા ગંભીર નોંધ લેવી પડશે.


