Site icon Revoi.in

રાજનાથ સિંહે સેનાના ત્રણેય વડાઓ સાથે કરી બેઠક

Social Share

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડાઓ સાથે બંધ બારણે ચર્ચા કરી હતી. તેમજ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજનાથ સિંહ સેનાના વડાઓ સાથે ચર્ચા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને હાલની પરિસ્થિતિ અંગે તેમને માહિતગાર કરશે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે આતંકવાદ અને આતંકવાદને સમર્થન આપનારાઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. જે અનુસંધાને પાકિસ્તાનમાં ધમધમતા અનેક આતંકવાદી અડ્ડાઓ ઉપર ભારતીય સેનાઓ દ્વારા હુમલા કરવામાં આવ્યાં છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા પણ ભારતીય સરહદી રાજ્યો ઉપર મિલાઈલ અને ડ્રોન વડે હુમલાના પ્રવાસ કરવામાં આવી રહ્યાં છે. જો કે, ભારતીય સુરક્ષાદળો તેને નષ્ટ કરવામાં સફળ રહ્યાં છે. આ ઉપરાંત એસઓસી ઉપર પણ પાકિસ્તાની સેના દ્વારા સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, જેનો ભારતીય જવાનો જવાબ આપી રહ્યાં છે. બીજી તરફ દિલ્હીમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે, તેમજ આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.