અમરેલી. 5 મે 2026: Murdered the young man’s mother and beat the young man in the car જિલ્લાના રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક હાઈવે પર પ્રેમ પ્રકરણ મુદ્દે જાહેરમાં મારકૂટ, અપહરણ અને હત્યાનો બનાવ બન્યો હતો. પરિણીત યુવકને યુવતી સાથે પ્રેમસંબંધ હોય તેની અદાવતમાં યુવતીના પરિવારજનોએ અપહરણ કરી યુવકને 30 કિ.મી સુધી કારમાં પટ્ટા-પાઇપથી ફટકાર્યો હતો. આ બનાવમાં વચ્ચે પડેલી યુવકની માતાને પણ કારથી કચડી નાખી હતી. આ કેસમાં પીપાવાવ મરીન પોલીસે 9 લોકો સામે ફરિયાદ નોંધીને મહિલા સહિત 7 આરોપીને ઝડપી લીધા છે.
અમરેલી જિલ્લાના રાજુલામાં નેશનલ હાઈવે પર પ્રેમ પ્રકરણના મનદુઃખમાં માનવતાને શરમાવે તેવી સનસનીખેજ ઘટના સામે આવી છે. પીપાવાવ પોર્ટ ચોકડી નજીક એક પ્રેમી યુવકનું જાહેરમાં અપહરણ કરી, તેને બચાવવા વચ્ચે પડેલી તેની માતા પર આરોપીઓએ કાર ચડાવી દઈ કરુણ હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ અંગે પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગત મુજબ ભોગ બનેલા નિંગાળાના રહેવાસી ભાવેશ ભીલને તેમની પત્નીની માસીની દીકરી જોડે પ્રેમ સંબંધ હતો. એ દીકરી રાજુલાના નીંગાળા ગામે જવા નીકળી હતી. તેમજ ભાવેશ અને તેમના માતા જીતુબેન હાઈવે પર ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે બાલકૃષ્ણ પેટ્રોલ પંપ નજીક યુવતીના પરિવારજનોએ પૂર્વ આયોજનબદ્ધ રીતે ભાવેશ અને તેમના માતા પર હુમલો કર્યો હતો. યુવતી સાથેના ભાવેશના સંબંધો આરોપી પક્ષને મંજૂર ન હોવાથી આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન, આરોપીઓએ ભાવેશને માર મારી બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આ જ સમયે, ભાવેશના માતા જીતુબેન વચ્ચે પડતા તેમને કારથી કચડી નાખી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
બીજી તરફ ભાવેશનું અપહરણ કરીને આરોપીઓ નીંગાળા નીજક નજીક ખારા વિસ્તારમાં લઈ ગયા હતા. ચાલુ કારમાં જ પટ્ટા અને પાઇપ વડે માર માર્યો હતો. જે બાદ આરોપીના ઘર મહુવામાં ભાવેશને લઈ આવ્યાં હતા. જ્યા પણ ખુબ ટોર્ચર કર્યો હતો. અંદાજે 30 કિલોમીટર સુધી કારમાં ફેરવ્યો હતો અને મૂંઢ માર માર્યો હતો. જે બાદ સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ મહુવા પહોંચી હતી અને ભોગ બનેલા ભાવેશને તાત્કાલિક બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

