Site icon Revoi.in

રેશનિંગ કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રહેશે નહીં, સરકારે કર્યો નિર્ણય

Social Share

  ગાંધીનગરઃ ગુજરાતમાં રેશનકાર્ડ હવે ઓળક કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રહેશે નહી, તમામ સરકારી વિભાગોમાં હવે રેશનકાર્ડને દસ્તાવેજી પુરાવા તરીકે સ્વીકારાશે નહીં. રેશનકાર્ડ માત્ર રાશન મેળવવા કે ગેસના કનેક્શન મેળવવા માટે જ માન્ય રહેશે, ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધે છે.

રાજ્યમાં રેશનકાર્ડને ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દીધું છે. હવે રેશનકાર્ડનો ઉપયોગ માત્ર જાહેર વિતરણ પ્રણાલી (PDS) મારફત રેશન મેળવવા અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત રહેશે. રાજ્ય સરકારે આ અંગે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે રેશનકાર્ડ હવે સરકારી કામકાજ, બેંકિંગ, લાઇસન્સ, પાસપોર્ટ, મતદાર નોંધણી જેવા અન્ય દસ્તાવેજી પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે. આ નિર્ણયનો મુખ્ય હેતુ દસ્તાવેજી પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવવાનો અને વિવિધ દસ્તાવેજોના દુરુપયોગને અટકાવવાનો છે. સરકારના કહેવા મુજબ  રેશનકાર્ડનો મૂળ હેતુ માત્ર લાભાર્થીઓને સબસિડી આધારિત અનાજ અને ઈંધણ જેવી જરૂરી વસ્તુઓ પૂરું પાડવાનો છે.

આ નવા નિયમ લાગુ થતાં લોકો માટે હવે ઓળખ અને સરનામા પુરાવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. સરકાર દ્વારા આ નિર્ણય બાદ વિવિધ વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અરજી અથવા પ્રક્રિયામાં રેશનકાર્ડને પુરાવા તરીકે સ્વીકારશે નહીં.