HomeગુજરાતીRBI ગવર્નર શક્તિકાંત દાસને વર્લ્ડ લેવલ પર ટોપ બેંકરનો દરજ્જો મળ્યો,PM એ...

RBI ગવર્નર શક્તિકાંત દાસને વર્લ્ડ લેવલ પર ટોપ બેંકરનો દરજ્જો મળ્યો,PM એ કહ્યું-આ ભારત માટે ગર્વની ક્ષણ

દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસને અમેરિકા સ્થિત મેગેઝિન ‘ગ્લોબલ ફાઈનાન્સ’ એ વૈશ્વિક સ્તર પર  ટોચના કેન્દ્રીય બેંકરનો દરજ્જો આપ્યો છે. તેમને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ – 2023 માં ‘A+’ રેટિંગ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ત્રણ સેન્ટ્રલ બેંક ગવર્નરને ‘A+’ રેટિંગ આપવામાં આવ્યું છે, જેમાં દાસ ટોપ પર છે. સ્વિટ્ઝર્લેન્ડના ગવર્નર થોમસ જે જોર્ડન બીજા અને વિયેતનામના ગવર્નર ગુયેન થી હોંગ ત્રીજા ક્રમે આવ્યા હતા.

ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિને જણાવ્યું હતું કે, મોંધવારી પર નિયંત્રણ, આર્થિક વૃદ્ધિના લક્ષ્યો, ચલણની સ્થિરતા અને વ્યાજ દર વ્યવસ્થાપનમાં સફળતા માટે ગ્રેડ ‘A’ થી ગ્રેડ ‘F’ સુધી હોય છે. ગ્રેડ A ઉત્તમ પ્રદર્શન સૂચવે છે, જ્યારે ગ્રેડ F એટલે સંપૂર્ણ નિષ્ફળતા. અગાઉ, જૂન 2023 માં, લંડન સેન્ટ્રલ બેંકે શક્તિકાંત દાસને ગવર્નર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2023માં “A+” રેટિંગ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. દાસને ત્રણ સેન્ટ્રલ બેન્ક ગવર્નરોની યાદીમાં ટોચ પર મૂકવામાં આવ્યા છે જેમને A+ રેટ કરવામાં આવ્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ટ્વીટના જવાબમાં વડાપ્રધાન એ  X પર પોસ્ટ કર્યું “RBI ગવર્નર શક્તિકાંત દાસને અભિનંદન. આ ભારત માટે ગર્વની ક્ષણ છે, જે વૈશ્વિક મંચ પર આપણા નાણાકીય નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. તેમનું સમર્પણ અને દ્રષ્ટિ આપણા રાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવે છે.”

સંબંધિત લેખો

Most Popular