રાજકોટ જિલ્લાની 106 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યા માટે ભરતીનો પ્રારંભ
રાજકોટઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવા માટે શાળા સંચાલકોની રજુઆતો બાદ રાજકોટમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં આર્ચાર્યોની ભતીનો પ્રારંભ કર્યો છે. રાજકોટ જિલ્લાની 106 ગ્રાન્ટેડ માધ્યમિક શાાળાઓમાં આચાર્યની ખાલી પડેલી જગ્યા માટે વિરાણી હાઇસ્કુલ ખાતે આ ભરતી કેમ્પ શરૂ કરાયો હતો. જેમાં શુક્રવારે પ્રથમ દિવસે સાત જેટલી શાળાઓના આચાર્યની જગ્યા માટે ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર બે શાળાના આચાર્યની પસંદગી કરવામાં આવી હતી. બાકી શાળાઓ માટે આગામી દિવસોમાં આચાર્યની પસંદગી કરવામાં આવશે. આચાર્યની ભરતી કેમ્પના પ્રથમ દિવસે ઉદઘાટન કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કેલા, તેમજ જિલ્લા માધ્યમિક શાળાઓના સંચાલકો અને ઉમેદવારો હાજર રહ્યા હતા.
રાજકોટ જિલ્લામાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યો સહિતની ખાલી જગ્યાઓ ભરવા શાળા સંચાલકો દ્વારા અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી. ત્યારે આચાર્યોની જગ્યાઓ ભરવાની શિક્ષણ વિભાગ દ્વારા અનુમતી આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાની 106 ગ્રાન્ટેડ માધ્યમિક શાાળાઓમાં આચાર્યની ખાલી પડેલી જગ્યા માટે વિરાણી હાઇસ્કુલ ખાતે આ ભરતી કેમ્પ શરૂ કરાયો હતો. જેમાં શુક્રવારે પ્રથમ દિવસે સાત જેટલી શાળાઓના આચાર્યની જગ્યા માટે ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર બે શાળાના આચાર્યની પસંદગી કરવામાં આવી હતી. બાકી શાળાઓ માટે આગામી દિવસોમાં આચાર્યની પસંદગી કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયાને 50 દિવસ જેટલો સમય થઈ ગયો છે. ત્યારે વહેલીતકે ભરતીનું કાર્ય પૂર્ણ કરવાની પણ રજુઆત કરવામાં આવી છે. ઉપરાંત ઘણીબધી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પુરતા શિક્ષકો પણ નથી એટલે તેની વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે. એટલે આચાર્યોની જેમ શિક્ષકોની જગ્યાઓ પણ સત્વરે પુરવા માગ ઊઠી છે.


