
ચક્રવાત મૈડુસને લઈને રેડ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરીમાં ભારે વરસાદની આશંકા,શાળા-કોલેજ બંધ
ચેન્નાઈ:દેશના દક્ષિણ ભાગમાં ચક્રવાત ‘મૈડુસ’નો ખતરો તોળાઈ રહ્યો છે.ચક્રવાત આજે ચેન્નાઈના કિનારે ત્રાટકવાની શક્યતા છે.આ અંગે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ રાજ્યોના અનેક જિલ્લાઓમાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના એલર્ટ બાદ તમિલનાડુના 10 જિલ્લામાં NDRF અને રાજ્ય સુરક્ષા દળની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે.ચક્રવાત ‘મૈડુસ’ને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ, વિલ્લુપુરમ, કુડ્ડલોર અને કાંચીપુરમ જિલ્લામાં આજે તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ચક્રવાત મૈડુસ આજે મધ્યરાત્રિ સુધીમાં આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા તટને પાર કરે તેવી શક્યતા છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં બનેલું ચક્રવાત મૈડૂસ બુધવારે ‘ગંભીર’ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.તેની અસરને કારણે 105 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.શુક્રવાર મધ્યરાત્રિની આસપાસ મહાબલીપુરમ નજીક તમિલનાડુ કિનારે પહોંચતા પહેલા તે ધીમે ધીમે ચક્રવાતી વાવાઝોડામાં નબળું પડશે.