
આજે “મૌજુદા સમાજ,શિક્ષા,સાહિત્ય એવમ મીડિયા મે બાલ માનસ” વિષય પર ઑનલાઇન સેમીનારનું આયોજન
અમદાવાદ: સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના સ્નાતકોત્તર હિન્દી વિભાગ દ્વારા આજેે “મૌજુદા સમાજ,શિક્ષા,સાહિત્ય એવમ મીડિયા મે બાલ માનસ” વિષય પર એક આંતરરાષ્ટ્રિય ઑનલાઇન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 11.30 કલાકે આ સેમિનાર શરૂ થશે. સુખ્યાત રામકથાકાર શ્રી મોરારિદાસ હરિયાણી આશીર્વચન આપશે. સેમિનારના અધ્યક્ષસ્થાને એસ. પી. યુનિવર્સિટીના કુુલપતિ ડૉ. શિરીષ કુલકર્ણી રહેશે.
વધુમાં, કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગરના કુલપતિ ડૉ. રમાશંકર દુબેે મહત્વપૂર્ણ પ્રવચન આપશે. ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હર્ષદ શાહ, સાગર યુનિવર્સિટી, મધ્યપ્રદેશના કુલાધિપતિ ડૉ બળવંત જાની વિષય અનુસાર ઉદ્વોધન કરશે. તે ઉપરાંત સેમિનાર દરમિયાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના ડાયરેક્ટર ડૉ. શિરીષ કાશીકર ” મીડિયાનો બાળકો પર પ્રભાવ અને પરિણામ” વિષય પર વાત કરશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ દયાશંકર ત્રિપાઠી તેમજ સહાયક પ્રાધ્યાપક ડૉ પાર્વતી ગોસાઇ જહેમત ઉઠાવી રહ્યા છે.
અહીંયા નીચે આપેલી લિંક મારફતે ફેસબુક લાઇવમાં તમે જોડાઇ શકો છો.
(સંકેત)