1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના બેકાબૂ સંક્રમણથી બેંકના કામના કલાકો ઘટાડવા MGBEAની માંગ
કોરોનાના બેકાબૂ સંક્રમણથી બેંકના કામના કલાકો ઘટાડવા MGBEAની માંગ

કોરોનાના બેકાબૂ સંક્રમણથી બેંકના કામના કલાકો ઘટાડવા MGBEAની માંગ

0
Social Share
  • ગુજરાત બેંક એમ્પ્લોઇસ અસોસિએશનના સભ્યોની SLBCને રજૂઆત
  • બેન્કિંગના કલાકોમાં ઘટાડો કરવાની MGBEAએ SLBCને અપીલ કરી
  • બેંક સ્ટાફ લોકોના સંપર્કમાં લઘુત્તમ આવે તે માટે પણ અપીલ કરાઇ છે

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે મહા ગુજરાત બેંક એમ્પ્લોઇસ અસોસિએશન(MGBEA)ના સભ્યોએ સ્ટેટ-લેવલ બેન્કર્સ કમિટી સમક્ષ કોરોનાના કેસમાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને બેન્કિંગના કલાકોમાં ઘટાડો કરવાની માંગ કરી હતી. MGBEA અનુસાર, તમામ શાખાઓ કામના કલાકો ઘટાડીને સવારના 10 થી 2 વાગ્યા સુધી કામ કરી શકે છે અને જરૂરી સેવાઓ પૂરી પાડી શકે છે. ત્યાર પછી કર્મચારીઓને વહેલા ઘરે જવાની મંજૂરી આપવી જોઇએ. બેંક સ્ટાફ લોકોના સંપર્કમાં લઘુત્તમ આવે તે માટે પણ અપીલ કરાઇ છે.

MGBEAએ SLBCના પ્રમુખ તેમજ રાજ્ય સરકારને બેંક માટે ગાઇડલાઇન્સ રજૂ કરવા અરજી કરી છે. MGBEAના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, બેંક એવી જગ્યા છે જ્યાં કોરોના વાયરસનું સંક્રમણ થવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે. માર્ચમાં લગભગ 10,000 બેંક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.

ગુજરાતભરમાં, રાષ્ટ્રીય બેન્કોની લગભગ 3718 શાખાઓ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની 1286 શાખાઓ અને જિલ્લા તેમજ સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કની 1619 શાખાઓ, ગ્રામીણ બેન્કની 769 શાખાઓ તેમજ ખાનગી બેન્કોની 2206 શાખાઓ ફુલ-ટાઈમ કામ કરી રહી છે.

તેઓ વધુમાં જણાવે છે કે, કોવિડ 19 પર થયેલી PIL વાંચીને ગુજરાત સરકારે કોરોનાને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી જેમાં સરકારી ઓફિસોમાં 50 ટકા સ્ટાફને કામ કરવાની છૂટ આપવામાં આવી હતી. બેન્કના કર્મચારીઓ માટે પણ આ પ્રકારની ગાઈડલાઈન્સની માંગ કરીને એસએલબીસી અને ચીફ સેક્રેટરી સમક્ષ રજૂઆત કરી છે.

MGBEAના જણાવ્યા અનુસાર, બેન્કમાં પણ ઓછા સ્ટાફ સાથે કામ કરવાની છૂટ આપવી જોઈએ જેનાથી કર્મચારીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code