Regionalગુજરાતી

કોરોના મહામારી વચ્ચે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનને લઇને રાજ્ય સરકાર આજે કરી શકે છે નિર્ણય

  • કોરોના મહામારી વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે
  • કેબિનેટ બેઠકમાં આ પતંગ મહોત્સવના આયોજનને લઇને થશે ચર્ચા
  • કોરોના મહામારીને લઇને મહોત્વના આયોજનને લઇને સરકાર પણ દ્વિધામાં

ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળનારી છે. આ કેબિનેટ બેઠકમાં આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. પતંગ મહોત્સવના આયોજનને લઇને સરકાર નિર્ણય લઇ શકે છે.

એક તરફ ઉત્તરાયણ નજીક આવી રહી છે અને દર વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થતુ હોય છે પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે મહોત્સવના આયોજનને લઇને ખુદ સરકાર પણ દ્વિધામાં છે.

કોરોના મહામારીના કારણે આ વર્ષે વિદેશથી પતંગબાજો આવવાની શક્યતા નહીવત્ છે. સ્થાનિકો માટે પતંગોત્સવના આયોજન અંગે વિચારણા ચાલી રહી છે. તે ઉપરાંત મહોત્સવના ખર્ચને લઇને પણ ચર્ચા થશે.

હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે વિશ્વભરમાં સંક્રમણને કારણે પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

બ્રિટનમાં હાલ નવા કોરોનાના સંક્રમણને લઇને પણ ભારત સહિત અન્ય દેશોએ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્ય છે, ત્યારે કોરોના સંક્રમણને લઇને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન મુદ્દે પણ અનિર્ણાયક સ્થિતિ જોવા મળી રહી છે.

રાજ્ય સરકાર સ્થાનિકો માટે પતંગોત્સવના આયોજનને લઇને વિચારણા કરશે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી મુદ્દે ખર્ચ બંધ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અંદાજે 2 કરોડ જેટલો ખર્ચ થતો હોય છે.

(સંકેત)

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply