1. Home
  2. ગુજરાતી
  3. હાઇકોર્ટની ટકોર બાદ હવે આ વર્ષે અમદાવાદ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નહીં યોજાય
હાઇકોર્ટની ટકોર બાદ હવે આ વર્ષે અમદાવાદ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નહીં યોજાય

હાઇકોર્ટની ટકોર બાદ હવે આ વર્ષે અમદાવાદ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નહીં યોજાય

0
  • આ વર્ષે કોરોના અને હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારનો નિર્ણય
  • આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન નહીં થાય
  • અગાઉ કોરોનાને કારણે નવરાત્રિનું આયોજન પણ રદ કરવામાં આવ્યું હતું

અમદાવાદ: દર વર્ષે ઉત્તરાયણના પર્વ પર અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતો વાર્ષિક આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આ વર્ષે આયોજન નહીં કરવામાં આવે. કોરોના કાળમાં નવરાત્રિનું આયોજન રદ કરાયા બાદ રાજ્ય સરકારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસ બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કાર્યવાહીમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ન્યૂય યર અને ઉત્તરાયણના તહેવારોમાં સજાગ તેમજ સાવચેત રહે. તેથી આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્વનું આયોજન રદ કરવામાં આવ્યું છે.

હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેતા આ વર્ષે રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના કાળમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હજુ રાબેતા મુજબ શરૂ થઇ નથી અને કોરોનાનું સંકટ સમગ્ર દુનિયામાં ફેલાયેલું હોવાથી પતંગ મહોત્સવમાં આવતા વિદેશી પતંગબાજો પણ આવશે કે કેમ તે અંગે શંકાઓ સેવાતી હતી. કોરોના કાળમાં રાજ્ય સરકારે અગાઉ નવરાત્રિનું આયોજન પણ રદ કર્યું હતું.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી કોરોના પર અંકુશ મેળવવામાં આવ્યો હોવાનું જોવા મળે છે. છેલ્લા બે માસમાં કોરોનાના સૌથી ઓછા કેસો શુક્રવારે નોંધાયા હતા. ગુજરાતાં 24 કલાકમાં 910 કેસો અને વધુ 6 દર્દીનાં મોત થયા હતા. અગાઉ 2 નવેમ્બર પછી ગુજરાતમાં કોરોનાના સૌથી ઓછા પોઝિટિવ કેસ રહ્યા હતા.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.