નવી દિલ્હી: મોટાભાગના કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ માટે સલ્ફર ઉત્સર્જનના નિયમોને સરળ બનાવવા માટે સરકારના પગલા, આબોહવા અને તેના અનુપાલન વચ્ચેના નાજુક સંતુલનને હકારાત્મક અસર કરે છે તેના પરિણામે વીજળીના ખર્ચમાં યુનિટ દીઠ 25-30 પૈસાનો ઘટાડો થવાની ધારણા છે, એમ કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.
સરકારે ફ્લ્યુ-ગેસ ડિસલ્ફ્યુરિસેશન (FGD) સિસ્ટમ્સ સ્થાપવાના 2015 ના આદેશને ગેઝેટ જારી કરી પ્રતિબંધિત કર્યો છે જે ફક્ત દશ લાખથી વધુની વસ્તીવાળા શહેરોના 10 કિલોમીટરની અંદર આવેલા વીજ પ્લાન્ટમાંથી નીકળતા વાયુઓમાંથી સલ્ફરને દૂર કરે છે. ફ્લ્યુ ગેસમાંથી સલ્ફર ડાયોક્સાઇડ (SO₂)ને દૂર કરવા માટેની ફ્લુ ગેસ ડીસલ્ફ્યુરિસેશન (FGD) સિસ્ટમને હવે ફકત ગીચ શહેરી ક્ષેત્રોની નજીક આવેલા અથવા ગંભીર પ્રદૂષિત વિસ્તારોમાં આવેલા પાવર પ્લાન્ટ માટે ફરજીયાત કરવામાં આવશે તેવી કેન્દ્રના પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયે જાહેરાત કરી છે. જ્યારે ભારતની સ્થાપિત કોલસાની ક્ષમતાના લગભગ 79 ટકાના મોટાભાગના સલ્ફરનું નીચું પ્રમાણ ધરાવતા સ્વદેશી કોલસા ઉપર ચાલતા પાવર પ્લાન્ટને મુક્તિ અપાશે.
સૂચનામાં જણાવાયું છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિગતવાર વિશ્લેષણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં હાલના નિયંત્રણ પગલાંની કામગીરીના પરિણમે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં વધારો જોવા મળ્યો હતો. ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ શહેરી વસ્તીની ગીચતા અને વપરાયેલા કોલસાની સલ્ફર સામગ્રીના આધારે અલગ પાલન તરફ દોરી જશે.
આઇઆઇટી, નવી દિલ્હી, સીએસઆઈઆર-નીરી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ (એનઆઈએ) ના શ્રેણીબદ્ધ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતના મોટાભાગના ભાગોમાં એમ્બિયન્ટ સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર રાષ્ટ્રીય એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ (એનએએક્યુ) ની અંદર છે. આ પ્રસ્તુત નવા માળખાને વિસ્તૃત ચર્ચાઓ અને બહુવિધ સ્વતંત્ર અભ્યાસ પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બહુવિધ શહેરોમાંના માપદંડોમાં સલ્ફર ઓકસાઈડનું સ્તર ક્યુબિક મીટર દીઠ 3 થી 20 માઇક્રોગ્રામની વચ્ચે હતું, જે ક્યુબિક મીટર દીઠ 80 માઇક્રોગ્રામના એનએએક્યુએસ થ્રેશોલ્ડની નોંધપાત્ર નીચે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અભ્યાસુઓએ ભારતીય સંદર્ભમાં સાર્વત્રિક FGDના આદેશની પર્યાવરણીય અને આર્થિક અસરકારકતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
ભારતીય કોલસામાં સામાન્ય રીતે 0.5 ટકાથી ઓછી સલ્ફર સામગ્રી હોય છે, અને નોંધપાત્રઉંચાઈ અને હવામાનની અનુકૂળ સ્થિતિને કારણે SO2 નું ડિસ્પર્સન કાર્યક્ષમ છે. NIASના અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે દેશભરમાં એફજીડીનના રેટ્રોફિટીંગથી વર્ષ 2025 અને 2030 ની વચ્ચે ચૂનાની ખાણના ખાણકામ, પરિવહન અને વીજ વપરાશને કારણે અંદાજે 69 મિલિયન ટન કાર્બનનું ઉત્સર્જન ઉમેરાશે
ઉદ્યોગ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ધોરણોમાં છૂટછાટના કારણે વીજળીનો યુનિટ દીઠ ઉત્પાદન ખર્ચ 25-30 પેસા ઘટવાની ધારણા છે.જેનો સરવાળે લાભ ગ્રાહકોને થશે. ઉંચી માંગ, સંવેદનશીલ ખર્ચ અર્થવ્યવસ્થામાં આ અસર નોંધપાત્ર બની શકવા સાથે રાજ્યના ડિસ્કોમ્સમાં ટેરિફ શામેલ કરવામાં અને સરકારો પર સબસિડીનો ભાર ઘટાડવામાં મદદ કરશે.
અગાઉ ફરજિયાત એફજીડીના રીટ્રોફિટિંગનો આર્થિક બોજ રૂ. 2.5 લાખ કરોડથી વધુ અથવા મેગાવોટ દીઠ રુ.1.2 કરોડથી વધુ હોવાનો અંદાજ હતો, જેમાં યુનિટ દીઠ 45 દિવસની સ્થાપનાની સમયરેખા હતી. કેટલાક વીજ ઉત્પાદકોએ ચેતવણી આપી હતી કે આ માત્ર ખર્ચમાં વધારો નહીં કરે પણ પીક સીઝનમાં ગ્રીડની સ્થિરતાને પણ જોખમમાં મૂકી શકે છે.
ઔદ્યોગિક વર્તુળોએ કેન્દ્રના આ નિર્ણયને આવકારતા કહ્યું છે કે “આ એક તર્કસંગત,વિજ્ઞાન આધારિત પગલું છે જે બિનજરૂરી ખર્ચને ટાળીને જ્યાં સૌથી વધુ જરૂર છે,એવા નિયમન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, તે વીજળીને કીફાયતી રાખવામાં મદદ કરશે.એવો પ્રતિભાવ જાહેર ક્ષેત્રના યુટીલિટી ક્ષેત્રના વરિષ્ઠ એક્ઝિક્યુટિવએ આપ્યો હતો.
સરકાર પર્યાવરણીય સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે એમ ભારપૂર્વક જણાવતા અધિકારીઓએ ઉમેર્યું હતું કે અમારો અભિગમ હવે લક્ષ્યાંકિત, કાર્યક્ષમ અને આબોહવા સંતુલન-સભાન છે. આ તારણોને સમાવિષ્ટ કરતું એક સોગંદનામું ટૂંક સમયમાં એમસી મહેતા વિ ભારત સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવશે કે જ્યાં એફજીડીના અમલીકરણની સમયરેખા ન્યાયિક ચકાસણી હેઠળ છે.