Regionalગુજરાતી

કોવિડ માટે રિલાયન્સનું મિશન ઓક્સિજન : 5 ઓક્સિજન ટેન્કર દિલ્હી માટે રવાના કરાયા

અમદાવાદઃ દેશના પાટનગર દિલ્હીમાં ઓક્સિજનની ખેંચને પહોંચી વળવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મદદે આવી છે. રાજકોટ રેલવે મંડળ દ્વારા હાપા ગુડ્સ શેડથી દિલ્હી કેન્ટ માટે આજે  પાંચ ઓક્સિજન ટેન્કર માલગાડીમાં સવારે 4.40 વાગ્યે રવાના કરવામાં આવ્યા હતા. આ ઓક્સિજન ટેન્કરમાં કુલ 103.64 ટન લિક્વીડ મેડિલ ઓક્સિજન ભરવામાં આવ્યો છે. આ ટેન્કર જામનગર રિલાયન્સ રિફાઇનરીમાંથી રવાના કરવામાં આવ્યા છે. આ ટ્રેન 1230 કિલોમીટરનું અંતર કાપી દિલ્હી પહોંચશે. આ ઓક્સિજનની સપ્લાય દિલ્હી અને આસપાસની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના ઉપયોગમાં લેવામાં આવશે.

ભારતીય રેલવે લિક્વિડ મેડિકલ ઓક્સિજનના ઝડપી પરિવહન દ્વારા કોવિડ મહામારીના ઉપચાર માટે મિશન મોડમાં ઓક્સિજનની ઉપલબ્ધતાની ખાતરી કરી રહ્યું છે. આના માધ્યમથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોના ઓપરેશન દ્વારા કોવિડ-19 દર્દીઓ માટે દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાત મુજબ મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. તે જ દિશામાં, પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ રાજ્યોમાં જીવન-રક્ષક ઓક્સિજનના પરિવહનની સાથે સાથે કોવિડ-19 સામે સંયુક્ત સંઘર્ષને શક્તિ પ્રદાન કરવા માટે ગુજરાતના હાપાથી હરિયાણાના ગુરુગ્રામ સુધી લિક્વિડ મેડિકલ ઓક્સિજનથી ભરેલી ઓક્સિજન એક્સપ્રેસ સંચાલિત કરવામાં આવી હતી. પશ્ચિમ રેલ્વેના દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝ મુજબ, લિક્વીડ મેડિકલ ઓક્સિજનના ચાર 4 ટેન્કર વાળી એક રો-રો સેવા 3 મે 2021ના રોજ 06:37 વાગ્યે ગુજરાતના હાપાથી રવાના થઈ હતી. જે 4 મે, 2021 ના રોજ સવારે હરિયાણાના ગુરુગ્રામ પહોંચી હતી. આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, મારવાડ જંક્શન, અજમેર, ફાલના, રિંગસ અને રેવારી થઈને ચલાવવામાં આવી રહી છે. લિક્વીડ મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધિ મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા ઉચ્ચ ક્ષમતાવાળા ટ્રેઇલરોમાં પૂરી પાડવામાં આવી છે.

 

 

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply