Site icon Revoi.in

દૂબઈથી મુંબઈ, હૈદરાબાદ,બેંગલૂરૂની ફ્લાઈટ શરૂ થતા પ્રવાસીઓને રાહત

Social Share

અમદાવાદ, 03 માર્ચ 2026: Flight service from Dubai started for some cities ઈરાન અને અમેરિકા-ઈઝરાઈલ વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ઈરાને અમેરિકાને સાથ આપનારા ગલ્ફના દેશ પર પ્રહાર કરતા દુબઈ સહિત ગલ્ફના દેશોની વિમાની સેવા તત્કાલ બંધ કરવામાં આવી હતી. તેથી પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. ઘણાબધા ભારતીય પ્રવાસીઓઓ દબઈના એરપોર્ટ પર વિમાની સેવા પુનઃ શરૂ થયા તેની રાહ જોઈ રહ્યા હતા.ત્યારે એમિરેટ્સએ મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર અને દિલ્હી માટે વિશેષ ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં ફ્લાઈટ કેન્સલેશનનો ભોગ બનેલા મુસાફરોને પ્રાથમિકતા અપાશે, તે પછી અન્ય બુકિંગ લેવામાં આવી રહ્યા છે.

ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી ખોરવાઈ ગયેલી હવાઈ સેવાઓ ધીરે ધીરે ટ્રેક પર આવી રહી છે. ઈન્ડિગોએ જેહાદમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે આજે 10 જેટલી ખાસ રાહત ફલાઈટો ચાલુ કરી દીધી છે. ઉપરાંત દુબઈ અને અબુ ધાબીથી મર્યાદિત સંખ્યામાં ઉડાનો શરૂ થઈ હોવાનો દાવો છે, જેનાથી એરપોર્ટ અને હોટલોમાં ફસાયેલા હજારો મુસાફરોને મોટી રાહત મળશે.

સૂત્રોના કહેવા મુજબ  દુબઈથી ગઈકાલે સાંજથી મર્યાદિત સંખ્યામાં ફ્લાઈટ્સ ઓપરેટ શરૂ કરી છે. જેમાં મુંબઈ, બેંગલૂરૂ અને હૈદરાબાદની વિમાની સેવા શરૂ કરવામાં આવી છે. જો કે ફ્લાઈટ કેન્સલેશનનો ભોગ બનેલા મુસાફરોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.  એરલાઈને મુસાફરોને સલાહ આપી છે કે તેઓ એરપોર્ટ પર આવતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી લે અને ‘મેનેજ બુકિંગ’ દ્વારા પોતાની વિગતો અપડેટ રાખે.  બીજી તરફ, એમિરેટ્સ એરલાઈન્સે પણ સ્પષ્ટતા કરી છે કે, ‘હાલ પૂરતી મર્યાદિત સેવાઓ જ શરૂ કરી રહ્યા છે. જે મુસાફરોએ અગાઉથી બુકિંગ કરાવ્યું છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. જે લોકોએ હાલ ફરી બુકિંગ કર્યું છે તેમનો સંપર્ક સામેથી કરવામાં આવશે.

દૂબઈ એરપોર્ટના સત્તાધિશોએ અપીલ કરી છે કે જ્યાં સુધી એરલાઈન સામેથી સંપર્ક ન કરે ત્યાં સુધી એરપોર્ટ પર ભીડ ન કરવી. એમિરેટ્સ ભવિષ્યના ઓપરેશનલ શેડ્યૂલ તૈયાર કરશે. મુસાફરોને વિનંતી છે કે નવીનતમ અપડેટ્સ માટે એરલાઇન્સની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા ચેનલો તપાસતા રહે. મુસાફરો તેમજ ક્રૂ મેમ્બર્સની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે’

ગઈકાલે સોમવારે અબુ ધાબી એરપોર્ટ પરથી ત્રણ કલાકના ગાળામાં એતિહાદ એરવેઝના 15 વિમાનોએ ઉડાન ભરી હતી. માનવામાં આવે છે કે આ ફ્લાઈટ્સ દ્વારા ત્યાં ફસાયેલા ટ્રાનિ્ઝટ મુસાફરોને બહાર કાઢવામાં મદદ મળી હતી. જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસે મહત્વના સમાચાર આપ્યા છે,  આજે 3 માર્ચથી મસ્કતથી દિલ્હી, મુંબઈ, કોચી અને અન્ય શહેરો માટેની સેવાઓ ફરી શરૂ થશે. મસ્કતથી પહેલી ફ્લાઈટ સવારે 10ઃ25 વાગ્યે તિરુચિરાપલ્લી માટે રવાના થશે. અન્ય દેશોની જો વાત કરીએ તો બહેરીન, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા અને UAE માટેની ફ્લાઈટ્સ 3 માર્ચના રોજ રાત્રે 23.59 વાગ્યા સુધી સ્થગિત રહેશે.

ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને બે વાર નિશાન બનાવવામાં આવ્યું, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ તણાવને કારણે દુબઈ, અબુ ધાબી અને કુવૈતના એરપોર્ટ પર લાખો મુસાફરો અટવાઈ પડ્યા હતા. હાલ એરલાઈન્સ કંપનીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે

Exit mobile version