
રાજકોટમાં કોરોનાના કેસથી તો રાહત, પણ શરદી-ઉધરસના કેસમાં નોંધપાત્ર વધારો
- શરદી-ઉધરસના 403 કેસ નોંધાયા
- સામાન્ય તાવના કેસ 248કેસ નોંધાયા
- ઝાડા–ઉલટીના 44 કેસ દાખલ
રાજકોટ: શહેરમાં એક તરફ કોરોના કેસ ઘટી રહ્યા છે ત્યારે બીજી તરફ રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે શરદી-ઉધરસના 403 દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ 248 અને ઝાડા–ઉલટીના 44 દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુના 4, મેલેરીયાના 3 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.
આ આંકડા તારીખ 31 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધીના છે. જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છેઆ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 7,922 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 886 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાવાયરસના કેસ તો ઓછા થઈ રહ્યા છે. ભારતમાં લોકો દ્વારા કોરોના સામે મજબૂત લડાઈ આપવામાં આવી છે પણ બસ હવે થોડા દિવસ વધારે તકેદારી રાખવામાં આવે તો દેશવાસીઓને કોરોનાથી મુક્તિ મળી શકે છે અને દેશમાં ફરીવાર કોરોનાવાયરસના કેસનો આંક સામાન્ય કરતા પણ નીચે આવી શકે છે.