
મની લોન્ડરિંગ કેસ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને રાહત – સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન 1 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન કોર્ટના ચક્કર કાપી રહ્યા છએ ની લોન્ડિરિંગ મામલે તેમના સામે કેસ નોંધાયા બાદ તેઓ સતત ચર્ચામાં આવતા રહેતા હોય છએ ત્યારે હવે સુપ્રિમ કોર્ટ તરફથી મંત્રી જેનને રાહત મળી હોવાના સમાચાર સામે આવ્યા છે
પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની વચગાળાની જામીન 1 સપ્ટેમ્બર સુધી લંબાવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સત્યેન્દ્ર જૈનની વચગાળાની જામીન અરજી પર 24 જુલાઈએ સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે તબિયતના કારણોસર જૈનને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. આ મામલામાં છેલ્લી સુનાવણી 10 જુલાઈએ કરી હતી, જેમાં કોર્ટે તેમના જામીન 24 જુલાઈ સુધી લંબાવી દીધા હતા.
આસહીત આ આ પહેલા 26 મેના રોજ સુપ્રીમ કોર્ટે તેમને મેડિકલ કન્ડીશનના આધારે છ સપ્તાહ માટે જામીન આપ્યા હતા. 11મી જુલાઈએ તેમના જામીનનો છેલ્લો દિવસ હતો. જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું – જૈન ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે, પરંતુ કોઈ સાક્ષીને પ્રભાવિત કરશે નહીં. તે દિલ્હીની બહાર પણ જશે નહીં. તમને જે પણ સારવાર મળી રહી છે તેનો રિપોર્ટ 10 જુલાઈ સુધીમાં સબમિટ કરાવો પડશે
ઉલ્લેખનીય છે કે મંત્રી જૈનને 31 મે, 2022 થી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 6 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જ્યાંથી તેને 360 દિવસ બાદ 42 દિવસ માટે જામીન મળ્યા હતા.