1. Home
  2. ગુજરાતી
  3. અકાલ તખ્તના જત્થેદારનો દાવો, પંજાબના સરહદી વિસ્તારોમાં બળજબરીથી થાય છે ધર્માંતરણ 
અકાલ તખ્તના જત્થેદારનો દાવો, પંજાબના સરહદી વિસ્તારોમાં બળજબરીથી થાય છે ધર્માંતરણ 

અકાલ તખ્તના જત્થેદારનો દાવો, પંજાબના સરહદી વિસ્તારોમાં બળજબરીથી થાય છે ધર્માંતરણ 

0
Social Share
  • અકાલ તખ્તના જત્થેદારનો દાવો
  • પંજાબમાં ચાલી રહ્યું છે ધર્માંતરણ
  • ગિની હરપ્રીત સિંહનો આરોપ

પંજાબમાં અકાલ તખ્તના જત્થેદાર ગિની હરપ્રીત દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ખ્રિસ્તી મિશનરીઓ પંજાબના સરહદી વિસ્તારોમાં જબરદસ્તી ધર્મપરિવર્તન માટે અભિયાન ચલાવી રહ્યા છે. નિર્દોષ લોકોને છેતરવામાં આવે છે અને ધર્માંતરણની લાલચ આપવામાં આવે છે. અમને આવા ઘણા અહેવાલો મળ્યા છે.

જ્ઞાની હરપ્રિત સિંહ દલિત શીખ સમુદાયના છે. તેમની ટિપ્પણી એવા દિવસે આવી જ્યારે અમૃતસરમાં દલિત અને શીખ સંગઠનોએ સુવર્ણ મંદિર અને અકાલ તખ્ત પર દલિત શીખોના પ્રસાદનો અધિકાર અને ‘કરાહ પ્રસાદ’ની મફત પ્રવેશની 101મી વર્ષગાંઠની ઉજવણી કરી. તેમણે કહ્યું કે, શિરોમણી ગુરુદ્વારા વ્યવસ્થાપક સમિતિએ જબરદસ્તી ધર્મપરિવર્તન સામે લડવા માટે ‘ઘર ઘર અંદર ધર્મશાળા’ અભિયાન શરૂ કર્યું છે. ધર્મ પરિવર્તન એ શીખ ધર્મ પર ખતરનાક હુમલો છે. અભિયાનના ભાગરૂપે, શીખ ઉપદેશકો તેમના ધર્મનું સાહિત્ય વહેંચવા માટે ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે.

જો કે ઉલ્લેખનીય છે કે કેટલીક વાર સમાચારો જોવા મળે છે કે લોકોને ધર્માંતરણ માટે લાલચ આપવામાં આવે છે. ધર્માંતરણ કરાવનારા લોકો એક ખાસ પ્રકારના સમૂદાયને નિશાન બનાવે છે અને તેમનો ધર્મ બદલવાનો પ્રયાસ કરે છે.

હરપ્રિત સિંહએ કહ્યું કે, આવા ધર્મપરિવર્તનને રોકવા માટે અમને દલિત સમુદાયના SGPC પ્રચારકો અને SGPC અને તેની સંસ્થાઓમાં વધુ દલિત પ્રતિનિધિત્વની જરૂર છે. સિંહે કહ્યું હતું કે, હાલના અકાલ તખ્તના જાત્થેદાર દલિત શીખ છે. સમાન અધિકારોની ખાતરી કરવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code