
ગણતંત્ર દિવસ- સુરક્ષાને લઈને દિલ્હીની સીમાઓ સીલ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
- દિલ્હીમાં આજે સખ્ત બંદોબસ્ત ગોઠવાયો
- ગણતંત્ર સમારોહને લઈને સુરક્ષા એજન્સીો એલર્ટ મોડમાં
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં આજે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી થી રહી છે, ત્યારે દેશની રાજધાની દિલ્હી ખાતે સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે,આતંકવાદી હુમલાની ધમકી બાદ દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે દિલ્હીમાં ચુસ્ત બંદોબસ્ત પર છે.
આજના આ ખાસ દિને દિલ્હીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ, પેરા મિલિટરી, NSG, SPG અને આર્મીના કમાન્ડો ઉપરાંત તમામ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સમારોહને કારણે દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી છે અને જમીનથી આકાશ સુધી સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.
દિલ્હીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંગળવારે રાત્રે 12 વાગ્યે દિલ્હીની તમામ સરહદોને સીલ કરી દેવામાં આવી છે. પોલીસ બેરીકેટ્સ લગાવીને વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ફક્ત આવશ્યક કામવાળા લોકોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે. સમારંભ પૂર્ણ થાય ત્યાં સુધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સ્થિતિ રહેશે.આ સાથે જ સમારોહમાં ઉપસ્થિતિ રહેનારા લોકોનું પણ ખાસ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, કોરોનાના નિયમોનું ખાસ પાલન કરવામામં આવી રહ્યું છે, વેક્સિન સર્ટિફિકેટ પણ માંગવામાં આવી રહ્યું છે,