Site icon Revoi.in

નડિયાદમાં એસઆરપી ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાતા 10 સોસાયટીના રહીશોને મુશ્કેલી

Social Share

નડિયાદ, 1 એપ્રિલ 2026: SRP railway gate closed permanently શહેરના કપડવંજ રોડ પર આવેલા એસઆરપીની સામે આવેલાં ફાટકને રેલ્વે વિભાગ દ્વારા કોઇપણ આગોતરી જાણ કર્યા વગર બંધ કરી દેવાયું છે. જેથી 70થી વધુ સોસાયટીના 10 હજારથી વધુ સ્થાનિક રહિશો મુશ્કેલીમાં મુકાયા છે. રેલવે ફાટક બંધ કરતા લોકોને બેથી ચાર કિમીનો ફેરો કપાવો પડે છે. તેથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 40 વર્ષથી લોકો રેલવે ફાટકનો ઉપયોગ રોજિંદી અવરજવર માટે કરતા હતા.

નડિયાદ શહેરના કપડવંજ રોડ ઉપર 40 વર્ષ જૂના એસઆરપીની સામે આવેલાં ફાટકને રેલ્વે વિભાગ દ્વારા કોઇપણ આગોતરી જાણ કર્યા વગર બંધ કરી દેવાયું છે. જે વૈકલ્પિક રસ્તો છે તે સાંકડો હોવાથી મુશ્કેલી પડે છે. મેડિકલ ઇમરજન્સીના સમયે દર્દીને લઇ જવામાં રહીશોની હાલત કફોડી બને છે. આજે સ્થાનિકો દ્વારા કલેક્ટર અને મંત્રીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. રેલવે વિભાગે લોકોની સુવિધા અને સલામતીને અવગણીને આ નિર્ણય લીધો છે, આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રેલ્વે વિભાગ મરામતની કામગીરી દરમિયાન ફાટક બંધ કરે છે એટલે મરામતના કામ માટે રેલવે ફાટક બંધ કર્યું છે. એવું લાગતુ હતું પણ આ રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરી દીધાનું કહેવામાં આવી રહ્યું છે.

રેલવે વિભાગ દ્વારા ફાટક બંધ કરી દેવાતા શાળા – કોલેજ,ટ્યુશન ક્લાસમાં જતાં 100 થી વધુ વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જે વૈકલ્પિક માર્ગ છે ત્યાં લાઇટની સુવિધા નથી. આ ઉપરાંત આ વૈકલ્પિક માર્ગ ગણપતિ ચોકડીએ નીકળે છે, જ્યાંથી ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી અકસ્માતની પણ ભીતી છે. અગાઉ અહીંયા જીવલેણ અકસ્માત પણ થયા હોવાથી વાલીઓમાં પોતાના બાળકોને લઇને પણ ચિંતા છે.

Exit mobile version